Western Times News

Gujarati News

સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં હૈદ્રાબાદ ભારતમાં પ્રથમ ક્રમે: વિશ્વમાં ૧૬માં ક્રમે

હૈદ્રાબાદ, સુરક્ષા મામલે સીસીટીવી કેમેરા ગોઠવવાની વ્યવસ્થામાં હૈદ્રાબાદ ભારતમાં નંબર વન સ્થાન પર અને વિશ્વ લેવલે ૧૬માં સ્થાને ઉભરી આવ્યું છે. બ્રિટન સ્થિત કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ સર્વેમાં આ પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક મહમંદ રેડીએ કરેલ ટ્‌વીન અનુસાર કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ આ સર્વેમાં હૈદ્રાબાદની અંદર ૩ લાખ કેમેરા લાગેલા જાેવા મળ્યા છે. આ એક એવું શહેર ગણાવવામાં આવ્યું કે જેની વસ્તી એક કરોડથી વધુની છે. તેમ છતાં સુરક્ષાની બાબતમાં શાબાશી મેળવી જાય છે.

હૈદ્રાબાદ પોલીસ આયુક્ત અંજની કુમારે જણાવેલ કે આ અમારી અને એ લોકોની સહયારી સફળતા છે. જેમણે નેનોસાયન્સ દ્વારા ત્રણ લાખ કેમેરા લગાવ્યા. હજુ આગામી ચાર વર્ષમાં હૈદ્રાબાદમાં વધુ ૧૦ લાખ સીસીટીવી કેમેરા લગાવવાનું લક્ષ્ય સેવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.