Western Times News

Gujarati News

હિંસાની આશંકાને લઈ શ્રીનગરમાં બે દિવસ કર્ફ્યુ

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જાે આપતી બંધારણની ૩૭૦મી કલમ રદ કર્યાની પહેલી વરસીએ આવતી કાલે પાંચમી ઓગસ્ટે કદાચ હિંસક દેખાવો થાય એવી આશંકા પરથી શ્રીનગરમાં આજથી બે દિવસનો કફ્ર્યૂ લાદવામાં આવ્યો હતો અને માર્ગાે તેમજ શ્રીનગર બજાર સીલ કરી દેવામાં આવ્યાં હતાં.

આવતી કાલે અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજન પણ થવાનું છે. આ પ્રસંગે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં અટકચાળું કરવાની યોજના બનાવી હોવાની બાતમી ભારતીય લશ્કરને અને ગુપ્તચર દળને મળી હતી. એટલે અગમચેતીના પગલાંરૂપે શ્રીનગરમાં બે દિવસનો કફ્ર્યુ જાહેર કરવામાં આવ્યો હતો. આમ તો કોરોનાના ચેપને પગલે સોમવારે જ કાશ્મીર ખીણ વિસ્તારમાં પાંચમી ઓગસ્ટ સુધી નવેસર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતાં.

શ્રીનગરના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ શાહિદ ચૌધરીએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના ભાગલાવાદી અને પાકિસ્તાન તરફી જૂથો અશાંતિ સર્જવાના પ્રયાસો કરશે એવી બાતમી પોલીસને મળી હતી એટલે શ્રીનગરમાં અગમચેતીના પગલાંરૂપે કફ્ર્યુ લાદવાનો નિર્ણય વહીવટીતંત્રે કર્યાે હતો. સમસ્ત કાશ્મીર ખીણ વિસ્તારમાં જીવન આવશ્યક સેવાઓ અને ઈમરજન્સી સેવાઓ સિવાય તમામ આવાગમન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને તમામ માર્ગાે તથા બજાર સીલ કરી દેવામાં આવ્યા હતાં.

આની પહેલાં પણ ગુપ્તચર ખાતાને બાતમી મળી હતી કે જમ્મુ કાશ્મીરનો ખાસ દરજ્જાે રદ કરવાની પહેલી વરસીએ પાકિસ્તાન તરફી જૂથો અને આતંકવાદી ટોળીઓ જમ્મુ કાશ્મીરમાં હિંસક હુમલો કરવાની પેરવી કરી રહ્યાં હતાં.
એક અહેવાલ મુજબ આતંકવાદીઓ પુલવામા જેવો કોઈ મોટો હુમલો કરવાની વેતરણમાં હતા. એટલે અગમચેતીનાં પગલાંરૂપે વહીવટીતંત્રે આ નિર્ણય રવિવારે જ લઈ લીધો હતો. માત્ર એનો અમલ આજથી એટલે કે ચોથી ઓગસ્ટથી કરવામાં આવ્યો હતો. આજે અને આવતીકાલે બે દિવસ શ્રીનગરમાં કફ્ર્યૂ લાદવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.