Western Times News

Gujarati News

મનપાના સ્માર્ટ જૂમલા ડ્રાફ્ટ બજેટને સ્માર્ટ બનાવવા પ્રયાસ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, કોરોના અને લોકડાઉનની જેટલી અસર નાગરીકોના બજેટ પર થઈ છે તેનાથી પણ વધારે ખરાબ અસર સરકારી તિજાેરીઓ પર થઈ રહી છે. માર્ચથી મે મહીના સુધી લોકડાઉનનો સમય રહયો હતો જેના કારણે વેપાર ધંધા સદંતર બંધ રહયા હતા. જયારે અનલોક-૧ અને ર માં પણ વેપાર-ધંધા પર માઠી અસર જાેવા મળી છે. જેના કારણે રાજય સરકારે જીએસટીની આવક ગુમાવી છે રાજય સરકાર દ્વારા મહાનગરપાલિકાને દર વરસે રૂા.૬૦૦ કરોડ જેટલી રકમ “મુખ્યમંત્રી સ્વર્ણિમ જયોત” અંતર્ગત આપવામાં આવે છે તેના પર બ્રેક લગાવવામાં આવી છે. તેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ ખોરવાઈ ગયુ છે તથા રૂા.૧ર૦૦ કરોડના કામો હાલ પુરતા રોકવામાં આવ્યા છે. આ કામ કયારે થશે ? તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી પૂર્વ કમીશ્નરે ડ્રાફટ બજેટમાં જે બિનજરૂરી કામો જાહેર કર્યા હતા તેને રોકવામાં આવશે તેવી ચર્ચા ચાલી છે. પૂર્વ મ્યુનિ. કમિશ્નરે જે ફુલગુલાબી ડ્રાફટ બજેટ રજુ કર્યું હતું તેમાં ન થઈ શકે તેવા કામોને રોકવામાં આવે તેવી શકયતા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે રૂા.૮૯૦૭ કરોડનું ડ્રાફટ બજેટ પૂર્વ કમિશ્નર દ્વારા રજુ કરવામાં આવ્યુ હતું. ર૦૧૯-ર૦ ના રૂા.૭પ૦૯ કરોડના ડ્રાફટ બજેટમાં રૂા.૧૩૯૧ કરોડનો વધાોર કરવામાં આવ્યો હતો. જેના કારણે પૂર્વ મ્યુનિ. કમિશ્નરનું બજેટ તે સમયે જ ચર્ચાનો વીષય બન્ય્‌ હતું. ર૦ર૦-ર૧ના ડ્રાફટ બજેટમાં રૂા.પ૦૧૪ કરોડ કેપીટલ કામ માટે ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે પૈકી રૂા.રપ૦૦ કરોડ કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ ગ્રાન્ટ પેટે મળશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોરોના અને લોકડાઉનના કારણે કેન્દ્ર અને રાજય સરકારે ગ્રાન્ટની ફાળવણી કરી નથી. કેન્દ્ર સરકાર દ્વારા દર વરસે વધુમાં વધુ રૂા.રપ૦ કરોડ તથા રાજય સરકાર તરફથી રૂા.૬૦ કરોડની ગ્રાન્ટ મળે છે.

આમ ડ્રાફટ બજેટમાં દર્શાવેલ આંકડામાં તથ્ય ન હોવાની ચર્ચા તે સમયે પણ થઈ હતી. જયારે કોરોના કાળ બાદ ડ્રાફટ બજેટ “સ્માર્ટ જુમલા” હોવાનું સાબિત થઈ રહયુ છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારે ગ્રાન્ટની ફાળવણી કરી ન હોવાથી તેમજ મિલ્કતવેરા સહીતની તમામ આવકમાં ઘટાડો થતા મનપાએ રૂા.૧ર૦૦ કરોડના કામ પર અનિશ્ચિત સમય માટે બ્રેક મારી છે. જેના માટે કેન્દ્ર સરકારના “ર્હ્લંઇઝ્રઈ સ્છદ્ગર્ત્નંઇઈ” નિયમની મદદ લેવામાં આવી છે.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ ર૦ર૦-ર૧ના બજેટમાં માત્ર વાહ-વાહ મેળવવા માટે જ જે કામો મંજુર કરવામાં આવ્યા હતા તેને રોકવામાં આવ્યા છે. જેમાં સિંધુભવન રોડ અને ચાંદલોડીયાના મલ્ટીલેવલ પાર્કીંગ મુખ્ય છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા કાંકરીયા અને નવરંગપુરાના મલ્ટીલેવલ પાર્કીંગની પરિસ્થિતિ તાળાબંધી જેવી જ છે. તેમ છતાં વધુ બે મલ્ટીલેવલ પાર્કીંગની જાહેરાત કરવામાં આવી હતી. જેની પર બ્રેક લગાવી છે. મ્યુનિ. કોર્પોરેશનને ટેક્ષની આવકમાં જેટલો ફટકો પડયો છે તેનાથી વધુ આર્થિક ફટકો નોન-ટેક્ષ રેવન્યુ આવકમાં પડયો છે.

ગત્‌ વર્ષની સરખામણીમાં ચાલુ વરસે નોન ટેક્ષ રવન્ય્‌ આવક માત્ર ૧પ ટકા જેટલી થઈ છે. મનપાને ઓકટ્રોય અવેજી ગ્રાન્ટ નિયમિત મળી રહી છે પરંતુ તે રકમ પગાર-પેન્શન પાછળ ખર્ચ થાય છે. રાજય સરકાર દ્વારા દર વર્ષે જુન-જુલાઈમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતીની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ કોરોના- લોકડાઉનના કારણે આ વરસે હજી સુધી ગ્રાન્ટ મળી નથી. રાજય સરકાર તરફથી મનપા ચૂંટણી પહેલા ગ્રાન્ટ માટે જાહેરાત થઈ છે. પરંતુ તે રકમનો મોટો હિસ્સો પ્રજાલક્ષી કામો પાછળ જ ખર્ચ કરવામાં આવશે.

જયારે બિનજરૂરી તમામ કામ રદ થઈ શકે છે. ત્રણ દિવસ અગાઉ ઈજનેર અને નાણાં વિભાગના અધિકારીઓની ખાસ બેઠક મળી હતી જેમાં તમામ ઝોનને રૂા.પ૦૦ કરોડ ફાળવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે જેના કારણે ઝોન લેવલના કામ પર અસર નહિ થાય. પરંતુ ગ્રાન્ટની રકમ અને મનપાની આવકમાં થયેલ ઘટાડાના કારણે પ્રોજેકટના કામો રોકવામાં આવશે. જેમાં પ્રાથમિક સુવિધાના પણ મોટા કામોનો સમાવેશ થઈ શકે છે. જયારે સાબરમતી રિવરફ્રંટ, જનમાર્ગ, એસ.વી.પી., એ.એમ.ટી.એસ વગેરે સંસ્થાને બિનજરૂરી ખર્ચ બંધ કરવા તથા કામો રોકવા માટે સૂચના આપવામાં આવી છે. મ્યુનિ. ઈજનેર વિભાગને પણ કામની પ્રાયોરીટી નકકી કરી સબમીટ કરવા સુચના આપવામાં આવી છે. પ્રોજેકટ તથા ઝોન કક્ષાએથી કામની પ્રાથમિકતા નકકી કરવામાં આવશે તે મુજબ રકમ ફાળવવામાં આવશે. પરંતુ ઝોન દીઠ રૂા.પ૦૦ કરોડથી વધુ રકમ ફાળવવામાં નહિ આવે તે બાબત નિશ્ચિત છે.?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.