Western Times News

Gujarati News

UPSCનું પરિણામ જાહેર, હરિયાણાનો પ્રદિપસિંહ દેશભરમાં પ્રથમ

નવી દિલ્હી, ૨૦૧૯માં લેવાયેલી યુપીએસસીની પરીક્ષાનુ પરિણામ જાહેર કરાયું છે. જેમાં હરિયાણાના પ્રદીપ સિંહે આખા ભારતમાં પહેલુ સ્થાન મેળવ્યુ છે.બીજા સ્થાને જતિન કિશોર અને ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા રહી છે. આ પરીક્ષાના ભાગરુપે ૨૦ જુલાઈએ ઈન્ટરવ્યૂ શરુ કરાયા હતા.યુપીએસસીમાં પ્રિલિમ અને મેઈન પરીક્ષા પાસ કર્યા બાદ ઈન્ટરવ્યૂ પાસ કરવાનો હોય છે.જોકે લોકડાઉનના કારણે શરુઆતમાં ઈન્ટરવ્યૂ સ્થગિત કરાયા હતા.જોકે બાદમાં ફરી શરુ કરાયેલા ઈન્ટરવ્યૂમાં ઉમેદવારોને સ્પેશ્યલ કિટ આપવામાં આવી હતી.જેથી કોરોનાથી ઉમેદવારોનો બચાવ થઈ શકે. આ વખતે ૮૨૯ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.જેમાંથી ૩૦૪ ઉમેદવારો જનરલ કેટેગરીના, ૭૮ ઉમેદવારો ઈડબલ્યુ એસ કેટેગરીના, ૨૫૧ ઉમેદવારો ઓબીસી કેટેગરીના, ૬૭ ઉમેદવારો એસટી કેટેગરીના છે.દર વર્ષે લાખો પરીક્ષાર્થીઓ યુપીએસસીની પરીક્ષા આપતા હોય છે.આ વખતે ૧૮૨ વિદ્યાર્થીઓને રિઝર્વ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે.આ વખતે ૨૦ થી ૩૦ જુલાઈની વચ્ચે ઈન્ટરવ્યૂ યોજાયા હતા.કુલ ૨૩૦૦ જેટલા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.