Western Times News

Gujarati News

મોડાસા ચાર રસ્તા પર રામ મંદિર શિલાન્યાસ ની ભવ્ય ઉજવણી

રામધૂન સાથે ફટાકડા ફોડ્યા,માલપુરમાં મીઠાઈ વહેંચી ઉજવણી 

પ્રતિનિધિ દ્વારાભિલોડા: અયોધ્યા માં આજે કરાયેલ રામ મંદિર નિર્માણ ના ભૂમિપૂજનના પગલે અરવલ્લી જીલ્લામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો જીલ્લામાં ઠેર ઠેર ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી હતી ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી રામભક્તો ઉત્સાહમાં ઝુમી ઉઠ્યા હતા અરવલ્લી જીલ્લા પોલીસતંત્રે જીલ્લામાં રામ મંદિર શિલાન્યાસને લઈને સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો

અયોધ્યા રામમંદિર શિલાન્યાસ ને લઈને આખાય દેશમાં જશ્નનો માહોલ છવાયો છે. દેશ અને ગુજરાત રાજ્યમાં પણ રામ મંદિર શિલાન્યાસ ને લઇ દરેક વ્યક્તિ અને પક્ષ પોતાની રીતે ઉજવણી કરી રહ્યા છે  ત્યારે  મોડાસા શહેરના ચાર રસ્તા ખાતે નગર પાલિકા ટાઉન હોલ નજીક મોટી સંખ્યામાં વીએચપી,ભાજપ અને રામભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને રામધૂન સાથે “જય શ્રી રામ” ના ગગનભેદી નારાઓ અને ફટાકડા ફોડી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મોડાસા ચાર રસ્તા પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દીધો હતો ઉજવણીના પગલે વાહનચાલકોને કોઈ તકલીફ ન પડે તેની પોલીસે ખાસ તકેદારી રાખી હતી

હિન્દૂ યુવા વાહીની દ્વારા માલપુર ખાતે રામ મંદિર નિર્માણ ની ફટાકડાં ફોડી, મીઠાઈ ખવડાવી ભવ્ય ઉજવણી કરવા માં આવી હતી.રામ મંદિર નિર્માણ પ્રારંભે હિન્દૂ યુવા વાહીની દ્વારા માલપુર હનુમાનજી મંદિર ખાતે રામધૂન નું આયોજન કરવા માં આવ્યું હતું.સમગ્ર માલપુર નગર ભગવામય બન્યું હતી રામલલ્લાના મંદિરની ઉજવણીમાં  હિન્દૂ યુવા વાહીની માલપુર, બીજેપી યુવા મોરચા ના કાર્યકરો જોડાયા હતા મેઘરજ,બાયડ,ભિલોડા,ધનસુરા,શામળાજી સહીત ઠેર ઠેર રામભક્તોએ ઉજવણી કરી હતી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.