Western Times News

Gujarati News

ઝઘડીયાના નવા ટોઠીદરા ગામે જુગાર રમતા ૬ જુગારીયા ઝડપાયા

૩૧,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા ના ઝઘડીયા તાલુકાના નવા ટોઠીદરા ગામે એક મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૬ જુગારીયા રાજપારડી પોલીસે ઝડપી પાડ્યા છે.રાજપારડી પોલીસે જુગારીયાઓ પાસેથી કુલ ૩૧ હજાર ૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી તેમની સામે જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથઘરી છે.રાજપારડી પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્‍ત વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે નવા ટોઠીદરા ગામે એક મકાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જુગારની મહેફીલ જામી છે.મળેલ  બાતમીના આધારે પોલીસે ટીમ બનાવીને બાતમી વાળા સ્થળે આકસ્મિક દરોડો પાડતા જુગારની મહેફીલમાં નાસભાગ મચી જવા પામી હતી.

પરંતુ પોલીસની ભારે ઝહેમત બાદ સ્થળ પરથી શૈલેશભાઈ શનુભાઈ માછી,જયંતિભાઈ ડાહ્યાભાઈ માછી,શુરેશભાઈ કાભઈમાછી,મેહુલસિંહ મનોજસિંહ ગોહિલ,ઠાકોરભાઈ ઇશ્વરભાઈ વસાવા તમામ રહે.નવા ટોઠીદરા તા.ઝઘડીયા તેમજ મનોજકુમાર રમણભાઈ માછી રહે.ભાલોદ તા.ઝઘડીયા મળી કુલ ૬ જેટલા જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

રાજપારડી પોલીસે જુગારીયાઓ પાસેથી દાવ પર લગાવેલ રકમ,મોબાઈલ ફોન,અંગ ઝડતીની રકમ કુલ મળી ૩૧ હજાર ૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસની આ રેઈડમાં પકડાયેલા  તમામ જુગારીયાઓ વિરૂદ્ધ રાજપારડી પોલીસે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.જુગારના પગલે પંથકમાં જુગારની મહેફીલ જમાવતા ખેલીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.