Western Times News

Latest News from Gujarat

ગાયક એસપી બાલાસુબ્રમણ્યમ થયા કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

મુંબઈ, કોરોના વાયરસના કહેરથી સામાન્ય જ નહીં પરંતુ જાણીતી હસ્તીઓ પણ પરેશાન છે. લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ અમિતાભ બચ્ચન ઘરે પરત ફર્યાં છે. હવે જાણીતા ગાયક એસપી બાલાસુબ્રમણ્યમ કોરોના પોઝિટિવ થયા છે. ૭૪ વર્ષીય ગાયક એસપી બાલાસુબ્રમણ્યમે પોતાના અધિકારિક ફેસબુક પેજ પર વીડિયો પોસ્ટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ઠંડી અને તાવ ઉપરાંત થોડા દિવસથી છાતી ભારે લાગી રહી હતી. જે બાદમાં તેમણે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

લોકપ્રીય ગાયક એસપી બાલાસુબ્રમણ્યમે જણાવ્યું કે, ડોક્ટર્સે તેમને ઘરે જ ક્વાૅરન્ટીન રહેવાનું અને દવા લેવાનું કહ્યું હતું. પરંતુ ઘરના લોકો ખૂબ જ ચિંતા કરતા હોવાથી તેઓ હાૅસ્પિટલમાં દાખલ થયા છે. ગાયકે જણાવ્યું કે હાલ તેમની તબીયત સારી છે. તાવ ઓછો થયો છે પરંતુ શરદી અને કફ હજી છે. આ સાથે જ ગાયકે આશા વ્યક્ત કરી હતી કે થોડા દિવસમાં આ લક્ષણો પણ જતા રહેશે. તેમણે કહ્યું કે સારા ડાૅક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે.

એસપી બાલાસુબ્રમણ્યમને પોતાના મિત્રોને વિનંતી કરી છે કે તેઓ તેમને ફોન કાૅલ ન કરે, તેમની તબિયત સારી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તેઓ બહુ ઝડપથી હાૅસ્પિટલમાંથી ઘરે જશે. નોંધનીય છે કે આ પહેલા બાહુબલી ફિલ્મના દિગ્દર્શક રાજમૌલી અને તેજાને પણ કોરોના થયો હતો. બંને હાૅમ ક્વાૅરન્ટીન છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers