Western Times News

Gujarati News

આઇપીએલની ટીમો ફાઇવ સ્ટાર હોટલમાં નહીં, રિસોર્ટમાં અને ભાડાના એપાર્ટમેન્ટમાં રોકાશે

નવીદિલ્હી,  આઈપીએલની ૧૩મી સિઝન ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર વચ્ચે યૂએઈમાં રમાશે. આ માટે ફ્રેન્ચાઇઝીઓએ તૈયારી કરી લીધી છે. ખેલાડીઓને કોરોનાના કહેરથી દૂર રાખવા માટે ઘણા નિયમ પણ બનાવવામાં આવ્યા છે. ફ્રેન્ચાઇઝી પણ પોતાના સ્તર પર પ્રયત્ન કરી રહી છે.

એવો રિપોર્ટ છે કે ફ્રેન્ચાઇઝી ખેલાડી અને સપોર્ટ સ્ટાફ માટે ફાઇવ સ્ટાર હોટલના બદલે રિસોર્ટ અને ભાડાનું એપાર્ટમેન્ટ લેવા પર વિચાર કરી રહી છે.એક રિપોર્ટ પ્રમાણે સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલા જ ગોલ્ફ રિસોર્ટના સંપર્કમાં છે. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ અબુ ધાબીમાં પોતાનો કેમ્પ લગાવી શકે છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ ભાડાનું અપાર્ટમેન્ટ લેવા પર વિચાર કરી રહ્યું છે.

બીસીસીઆઇ એઓપીમાં કહેવામાં આવ્યું છે કે જો ખેલાડી હોટલમાં રોકાય તો તેમને અલગ બ્લોક કે ફ્લોર પર બાકી મહેમાનોથી અલગ રહેવું પડશે. એક સૂત્રના મતે દરેક સમયે હોટલમાં બધા પર નજર રાખવી આસાન નથી અને તે પણ ૬૦ દિવસ માટે. જેથી બીજા વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.