Western Times News

Gujarati News

મારો કોવિડ-૧૯નો રિપોર્ટ નેગેટિવ આવ્યો : બ્રાયન લારા

મુંબઈ: દુનિયાભરના લોકો કોરોના મહામારીના કારણે પરેશાન છે ત્યારે રોજ નવા લોકો કોરોનાનો શિકાર બને છે. દિગ્ગજ કલાકારોથી લઇને મોટા ખેલાડીઓ પણ કોરોનાની જપેટમાં આવી ગયા છે. ત્યારે નોર્મલ લોકો પણ કોરોનાના સંક્રમણથી બચવા માટે ઉકાળા અને આયુર્વેદ તરફ વળ્યા છે, ત્યારે અફવા આવી છે કે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્‌સમેન બ્રાયન લારા પણ કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. બ્રાયન લારાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી છે.

જેમાં તેણે લખ્યુ છે કે, મે કોવિડ ટેસ્ટ કરાવડાવ્યો હતો પરંતુ મારો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. મારા વિશે તેવી અફવા પણ ફેલાઇ હતી કે મારો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે પરંતુ તે માત્ર અફવા છે. મહેરબાની કરીને ખોટી અફવા ન ફેલાવો, તેનાથી મારા નજીકના લોકોને દુખ થશે. હું તેવી આશા રાખુ અને પ્રાર્થના કરુ કે આપણે સૌ સુરક્ષિત રહીએ કારણકે આ વાયરસ જલ્દી જ જતો રહેશે.

કેરેબિયન પ્રિમિયર લીગ ૨૦૨૦ શરૂ થવામાં ૨ અઠવાડિયા જેટલો સમય બાકી છે તે પહેલા જમૈકાની ટીમનો બે મોટા ઝટકા લાગ્યા છે. ટીમના બે ખેલાડી જેવર લોયલ અને આંદ્રે કેરેબિયન પ્રિમિયર લીગ ૨૦૨૦માંથી બહાર થઇ ગયા છે. જમૈકાનો વધુ એક ક્રિકેટર કોરોનાથી પિડીત છે પરંતુ તેનું નામ સામે નથી આવ્યું. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.