Western Times News

Latest News from Gujarat

આદિવાસી લોકોના સર્વાગી વિકાસ અને સુખાકારી માટે અમારી સરકાર મક્કમ રીતે સક્રિય અને સંકલ્પબધ્ધ છે: સૌરભ પટેલ

(માહિતી બ્યુરો)પાલનપુર, બનાસકાંઠા જીલ્લાપના દાંતા મુકામે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રી ય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીએ શુભેચ્છા્‌ પાઠવતાં જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસમાં આદિજાતિ સમાજનું યોગદાન મહત્વરનું છે. સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી સમાજે અનેક બલિદાન આપ્યાંા છે એમ કહી મંત્રીએ તેમની રાષ્ટ્રગભાવનાને બિરદાવી હતી. મંત્રીએ જણાવ્યું કે આપણે બિરસા મુંડાને કયારેય ના ભુલી શકીએ.
મંત્રી સૌરભભાઇ પટેલે કહ્યું કે તત્કા.લીન મુખ્ય મંત્રી અને અત્યાણરે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ ગુજરાતના દરેક સમાજ, દરેક વિસ્તાશર અને દરેક વ્યઆક્તિનો સર્વાંગી વિકાસ કરવા એક વિરાટ અભિયાન હાથ ધર્યુ હતું જેને જવલંત સફળતા મળી હતી. મંત્રીએ કહ્યું કે આદિજાતિ સમાજ અને તે વિસ્તાુરોના ઝડપી સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા રૂ. ૧ લાખ કરોડનો ખર્ચ કરીને વ્યાસપક સુવિધાઓ ઉપલબ્ધર બનાવવામાં આવી છે.

આદિજાતિ વિસ્તાશરોમાં રસ્તાા, પાણી, વિજળી, શિક્ષણ, આરોગ્યબ, સિંચાઇ, કૃષિ અને પશુપાલન સહીત તમામ સુવિધાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવાતાં આ વિસ્તાઝરોની વિકાસકૂચને ઝડપી વેગ મળ્યો છે. મંત્રી સૌરભભાઇ પટેલે કહ્યું કે રાજયભરના આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણની વ્યાપક સુવિધાઓ હોવાથી આદિજાતિ બાળકો સારૂ શિક્ષણ મેળવી રહ્યા છે.

પરિણામે આવતીકાલ ઉજ્જવળ અને સુખ-સમૃધ્ધિભરી બનવાની છે. ઉર્જામંત્રીએ કહ્યું કે આદિવાસી લોકોના સર્વાગી વિકાસ અને સુખાકારી માટે અમારી સરકાર મક્કમ રીતે સક્રિય અને સંકલ્પબધ્ધ છે. તેમણે કહ્યું કે, આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સુવિધાઓ બહુ સારી હોવાથી આદિવાસી દિકરા, દિકરીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવી રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં છેક છેવાડાના માણસ સુધી સરકારે યોજનાઓના લાભ અને સુવિધા પહોંચાડી છે એમ તેમણે જણાવ્યું હતું.

ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે ગુજરાતમાં વીજ સુવિધા માટે સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યામપક કામગીરીની વિગતો આપી હતી. મંત્રીએ જણાવ્યું કે ખેડૂતોને પુરતો વીજપુરવઠો આપવામાં આવે છે તેમજ ખેડૂતોના હિત અને કલ્યામણ માટે સરકાર મક્કમ રીતે કટિબધ્ધ છે. સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યના આદિજાતિ વિસ્તારોના ઝડપી સર્વાંગી વિકાસ માટે સરકારે વિરાટ પાયે કામગીરી કરી છે. તેમણે કહ્યું કે, તત્કાસલીન મુખ્યમંત્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં શરૂ કરેલી વિકાસયાત્રાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છે.

સાંસદએ કહ્યું કે, આદિજાતિ વિસ્તાકરોમાં શિક્ષણની વ્યાાપક સુવિધાઓને લીધે આ વિસ્તાસરોમાં ઝડપભેર આદર્શ અને સમૃધ્ધૂ સમાજનું નિર્માણ થઇ રહ્યું છે. આ પ્રસંગે મુખ્યરમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્ફણરન્સમના માધ્યામથી ગાંધીનગરથી શુભેચ્છાગઓ પાઠવી હતી. જેનુ જીવંત પ્રસારણ ઉપસ્થિાત લોકોએ નિહાળ્યુ હતું. આ પ્રસંગે ગુજરાત સ્ટેમટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા કાર્યરત મોડેલ સ્કુ લ, દાંતા (જગતાપુરા) તથા કન્યાી સાક્ષરતા નિવાસી શાળા ગઢ મહુડીના નવિન શૈક્ષણીક સંકુલનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુંો હતું. કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોના હસ્તે્‌ આદિજાતિ લાભાર્થીઓને જમીનની સનદો, તેજસ્વીં વિધાર્થીઓ અને રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિધ્ધિથઓ મેળવનાર રમતવીરો તથા વિવિધ યોજનાઓના લાભાર્થીઓનું સન્મારન કરવામાં આવ્યુંર હતું.

આ પ્રસંગે કલેકટર સંદીપ સાગલે, જીલ્લાા વિકાસ અધિકારી અજય દહીયા, પૂર્વ ધારાસભ્યપ ગોવિંદભાઇ પ્રજાપતિ, આસી. કલેકટર જીલોવા, યુજીવીસીએલના મુખ્ય ઇજનેર એલ.એ. ગઢવી, જીલ્લા પુરવઠા અધિકારી અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડા, અગ્રણીઓ સર્વ માધુભાઇ રાણા, એલ. કે. બારડ, પ્રાયોજના વહીવટદાર મોતીજી વી. ઠાકોર, દાંતા મામલતદાર તથા આદિજાતિ અગ્રણીઓ ઉપસ્થિજત રહ્યા હતા.