Western Times News

Gujarati News

કિસાન સહાય યોજનામાં પાક વીમાનું પ્રિમિયમ માફઃ રૂપાણી

ખરીફ ર૦ર૦માં યોજના અમલી થશે- ૬૦ ટકાથી વધુ પાકની નુકસાની હોય તો પ્રતિ હેકટર રપ હજારની સહાય મહત્તમ ૪ હેકટરની મર્યાદામાં અપાશે
અમદાવાદ,  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કૃષિ મંત્રી આરસી ફળદુ, રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ મુખ્ય સચિવ અનિલ મુકીમની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આ યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડૂતોને આર્થિક નુકશાન કરનાર પરિબળ છે.

આવા કુદરતી આપત્તિમાં ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિ જેમાં રાજ્યના બધાજ ખેડૂતોનો સમાવેશ થાય અને નુકસાન થયેલ કોઇ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થયેલ પાક નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને આવરી લે તેવી આ યોજના અમલમાં મૂકવા રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આ યોજનાનો લાભ રાજ્યના નાના મોટા સિમાંત બધાજ ખેડૂતોને આવરી લેવાયા છે.

રાજ્યના અંદાજે પ૬ લાખથી વધુ કિસાનોને આ યોજનાનો લાભ મળશે. એટલું જ નહિ આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહિ તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ યોજના સરળ અને પારદર્શી છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે પાક વીમા યોજનામાં જે ખેડૂતોએ પ્રિમીયમ ભર્યુ હોય તેને જ લાભ મળતો હતો, હવે આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કોઇ પ્રિમીયમ ભર્યા વગર સહાય મળતી થશે.

ગુજરાતમાં સળંગ ૪ વર્ષ શાસન કરનાર પાંચમા મુખ્યમંત્રી બન્યા વિજય રૂપાણી

તેમણે જણાવ્યું કે એસડીઆરએફના લાભો યથાવત રાખીને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભ અપાશે. મુખ્યમંત્રીએ આ યોજનાની વિસ્તૃત વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપતા જણાવ્યું કે આ યોજના હેઠળના ત્રણ પ્રકારના જોખમોમાં સહાય આપવાનો અભિગમ છે. જોખમોથી થયેલ પાક નુકશાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે. આ ત્રણેય જોખમો સામે સહાયના ધોરણો અને અન્ય વિગતો તેમણે આપી.

પાકું મકાન છત્ર આપવા  ગુજરાતે ૩ વર્ષમાં ૧૦ લાખ આવાસો નિર્માણ કર્યાઃમુખ્યમંત્રી

જે તાલુકામાં ચાલુ સિઝનનો ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી તા. ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવશે. તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે

જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે ૪૮ કલાકમાં ૩૫ ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકશાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે. ૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ ૪૮ કલાકમાં ૫૦ મીમીથી વધુ વરસાદ પડે

અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું)નું જોખમ ગણવામાં આવશે. યોજનાના ખેડૂત લાભાર્થીની પાત્રતા અંગે ની જાણકારી આપતા વિજય રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલા તમામ ૮-અ ધારક ખેડૂત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળના સનદ ધારક ખેડૂત લાભાર્થી ગણાશે . ખરીફ ૨૦૨૦માં યોજના અમલમાં મુકાશે. આ યોજનાના લાભ માટે ખરીફ ઋતુમાં ખેડૂતોએ વાવેતર કરેલ હોવું જોઈશે.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના સહાયના ધોરણો અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કેખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૩૩ % થી ૬૦% માટે ૨૦૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૬૦ % થી વધુ નુકશાન માટે ૨૫૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. આ યોજનાની અન્ય અગત્યની જોગવાઈઓ વિશે મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસડીઆરએફ યોજનાની જોગવાઇ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.