Western Times News

Gujarati News

ઈન્ડોનેશિયાઃ સૌથી મોટો જ્વાળામુખી સક્રિય થયો

રાખનાં વાદળો હવામાં બે કિમી ઉડ્યાંઃ વિસ્ફોટવાળા એરિયાથી તમામને સલામત સ્થળે ખસી જવાનો આદેશ
જકાર્તા, ઇન્ડોનેશિયાનો સૌથી મોટો જ્વાળામુખી સક્રિય થતાં બે કિલોમીટરની ઉંચાઇ સુધી રાખના વાદળ પહોંચ્યાં છે. ઇન્ડોનેશિયા સરકારે ત્રીજા સ્તરની ચેતવણી જાહેર કરી છે. જ્વાળામુખી વિસ્ફોટના પગલે તમામ યાત્રી વિમાનોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. આ જ્વાળામુખી ફાટવાથી નિકળેલી રાખ ૩૦ કિલોમીટર સુધી પહોંચી છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે શનિવાર રાતથી જ જ્વાળામુખીમાંથી રાખ અને લાવા નીકળવાનું શરુ થયું હતું. ઇન્ડોનેશિયાના અધિકારીઓએ પર્યટકો અને સ્થાનિક લોકોને વિસ્ફોટ વાળા વિસ્તારથી ત્રણ કિલોમીટર સુધી દૂર રહેવાનું કહ્યું છે. જ્વાળામુખીમાંથી નિકળતી રાખના કારણે ખેતરમાં ઉભેલા પાકને ભારે નુકસાન થઇ રહ્યું છે.

આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે જ્વાળામુખી પર્વતથી પાંચ કિલોમીટર સુધી આ વિસ્ફોટના અવાજ સંભાળાયા હતા. સ્થાનિક મીડિયાના જણાવ્યાપ્રમાણે આ જ્વાળામુખી વિસ્ફોટના કારણે આસપાસના ચાર જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે. સરકારે સ્થાનિક લોકોને માસ્ક અને અન્ય બચાવની સામગ્રી પહોંચતી કરી છે. એવું પણ શક્યતા જણાવવામાં આવી છે કે આ જ્વાળામુખી હજુ પણ વધારે રાખ ઓકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.