Western Times News

Gujarati News

અરવલ્લી એસીબીએ વિજયનગરના અંદ્રોખા ગ્રુપ ગ્રામપંચાયતના  લાંચીયા તલાટીને ૧૦ હજારની લાંચ લેતા ઝડપ્યો

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ભ્રષ્ટાચારની બદીએ માજા મૂકી છે મોટા ભાગની સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી કામકાજ માટે જતા અરજદાર પાસેથી એનકેન પ્રકારે રૂપિયા પડાવી ખિસ્સા ગરમ કરી રહ્યા છે

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર  તાલુકના અંદ્રોખા  ગ્રુપ  ગ્રામપંચાયત ફરજ બજાવતા તલાટી કમ મંત્રીને  રૂપિયા ૧૦ હજારની લાંચ લેતા અરવલ્લી એસીબીના પીઆઈ સી.ડી. વણઝારાએ અને તેમની ટીમે છટકું ગોઠવી ઝડપી લીધો હતો.એસીબીની ટ્રેપ થતા તલાટી કમ મંત્રી ગિરીશ લક્ષ્મણ ભાઈ પટેલને લાંચ લેવાનો નશો ઉતરી ગયો હતો એસીબીની સફળ ટ્રેપ થી લાંચીયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

વિજયનગર તાલુકાનાં અંદ્રોખા ગ્રુપ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી ગીરીશભાઈ લક્ષ્મણભાઈ પટેલે એક જાગૃત નાગરિક પાસેથી મિલ્કતમાં વારસાઈ કરાવવાના કામકાજ અર્થે ૧૦ હજાર રૂપિયાની માંગણી કરતા સમસમી ઉઠ્યો હતો તલાટીએ જાગૃત નાગરિકને મિલ્કતમાં વારસાઈ  કરાવવાની હોય

જે અંગે પેઢીનામુ તેમજ વારસાઈમાં નામ  દાખલ કરાવવા  કાર્યવાહી કરવા માટે ધરમધક્કા ખવડાવતા જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હોવાથી લાંચિયા તલાટી કમ મંત્રીને સબક શીખવાડવા જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરતા અરવલ્લી એસીબીએ ભ્રષ્ટ તલાટીને ઝડપી પાડવા માટે છટકુ ગોઠવ્યુ હતુ.અરવલ્લી એસીબીની ટ્રેપ અંગે અજાણ તલાટીએ ખિસ્સું ભરવા ૧૦ હજાર રૂપિયા લેતો રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને એસીબીએ વધુ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. (દિલીપ પુરોહિત. બાયડ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.