Western Times News

Gujarati News

દિલ્હીમાં 600 કરોડ રૂપિયાની કિંમતનું હેરોઈન પકડાયું

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય બજારોમાં 600 કરોડ રૂપિયાની કિંમતનું આશરે 150 કિલોગ્રામ અફઘાન મૂળનું હેરોઇન કબજે કરવામાં આવ્યું છે. સ્પેશિયલ સેલના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે એક વૈભવી કારમાંથી 150 કિલો જેટલું હેરોઈન મળ્યુ છે.

બે અફઘાન રાસાયણિક નિષ્ણાતો સહિત પાંચ વ્યક્તિને ધરપકડ કરવામાં આવી હતી તેમજ સાત કેટલીક વૈભવી કાર પણ જપ્ત કરવામાં આવી છે.  દિલ્હી સ્પેશિયલ સેલના એક અધિકારીએ જણાવ્યુ હતું કે ટોયોટા કેમરી, હોન્ડા સિવીક, કોરોલા ઓલ્ટીસ જેવી વૈભવી સાત કાર પણ જપ્ત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.