Western Times News

Gujarati News

વરસાદની આગાહીને પગલે NDRF એલર્ટ પર, 13 ટીમો રાજ્યભરમાં તૈનાત કરાઈ

Files Photo

ગાંધીનગર :ગુજરાતમાં મેઘરાજા હવે મન મૂકીને વરસી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ ઝડપથી પૂરી થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપી છે. તારીખ 13, 14 અને 15 તારીખે સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. 16 તારીખે પણ કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે.

15 ઓગસ્ટે સુરતની આસપાસના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. 16 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. 16 ઓગસ્ટે દ્વારકામાં પણ સારા વરસાદ થશે. દ્વારકામાં આ વખતે સિઝનનો બમણો વરસાદ પડી ચૂક્યો છે. ફરી એકવાર હવામાન વિભાગે આગાહી આપી છે.

ત્યારે રાજયમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે બેઠક બોલાવવામાં આવી છે. NDRF અને હવામાન વિભાગનાં અધિકારીઓ વચ્ચે મહત્વની મીટિંગ મળશે. બપોરે 12.30 વાગ્યે હવામાન વિભાગ અમદાવાદ ખાતે NDRF અને હવામાન વિભાગનાં અધિકારીઓ વચ્ચે મીટિંગ મળનાર છે. જેમાં રાજ્યના વરસાદી માહોલ વચ્ચે NDRFની ટીમોને ડીપ્લોય કરવા સંબંધી ચર્ચા કરાશે.

હાલ NDRF ની 13 ટીમો રાજ્યનાં અલગ અલગ સ્થળો પર તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે 14 એનડીઆરએફની ટીમોને અલગ અલગ જિલ્લામાં સ્ટેન્ડ ટુ કરાઈ છે. ગુજરાતમાં 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેને પગલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી જિલ્લાઓમાં એનડીઆરએફની ટુકડી તૈનાત કરાઈ છે. સાથે જ વડોદરા હેડ ક્વાર્ટર પર પણ એક ટીમ તૈનાત રહેશે.

ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેથી રાજ્યના 205 જળાશયોમાંથી 37 જળાશયોમાં 100 ટકા પાણીની આવક થઈ છે. તો 57 જળાશયોમાં 70 ટકા પાણીની આવક થઈ છે. 31 જળાશયો 50 ટકા પાણીની આવક થઈ છે. તો 38 જળાશયો 25 ટકા પાણીની આવક આવી છે. 42 ટકામા પાણી 25 ટકા ઓછી પાણીની આવક થઈ છે. તો રાજ્યના 126 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ છેલ્લાં 24 કલાકમા નોધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.