Western Times News

Gujarati News

નરેન્દ્ર મોદીનો ટ્રેક રેકોર્ડ પર્યાવરણને લઇને ખરાબ રહ્યો છે: સોનીયા

નવીદિલ્હી, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા પર્યારણ પ્રભાવ આંકલન(ઇઆઇએ) ૨૦૨૦ ડ્રાફટની ચારે તરફ ટીકા કરવામાં આવી રહી છે વિરોધ પક્ષોથી લઇ પર્યાવરણવાદીઓ પણ તેનો વિરોધ કરી રહ્યાં છે હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ આ મુદ્દા પર એક લેખ લખ્યો છે જેમાં સોનિયા ગાંધીએ મોદી સરકારની આ નીતિની કડક ટીકા કરી છે. સોનિયાએ એક અંગ્રેજી અખબારમાં લખ્યું છે કે જાે તમે પ્રકૃતિની રક્ષા કરશો તો તે તમારી રક્ષા કરશે હાલમાં દુનિયામાં જે કોરોના વાયરસ મહામારીનું સંકટ ઉભુ થયું છે તે મનુષ્યોને નવી સલાહ આપે છે એવામાં આપણી ફરજ છે કે આપણે પર્યાવરણની રક્ષા કરવી જોઇએ.

સોનિયા ગાંધીએ લખ્યું આપણા દેશે વિકાસની હરણફાળ માટે પર્યાવરણની બલિ ચડાવી દીધી પરંતુ તેને પણ એક સીમા નક્કી હોવી જાેઇએ છેલ્લા છ વર્ષમાં આ સરકારનો રેકોર્ડ એવો રહ્યો છે જેમાં પર્યાવરણની રક્ષાને લઇને કોઇ વિચાર કર્યો નથી આજે દુનિયામાં આ મુદ્દા પર આપણે ઘણા પાછળ છીએ મહામારીના કારણે સરકારે વિચાર કરવો જાેઇવો જાેઇતો હતો પરંતુ તેને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે.

સોનિયા ગાંધીએ નિશાન તાકતા કહ્યું કે આ પહેલા કોલસાની ખાણનો મામલો હોય કે હવે ઇઆઇએનું નોટિફિકેષશન કોઇ પણની સલાહ લેવામાં આવી રહી નથી ગુજરાતના મુખ્યમંત્રીથી લઇને અત્યાર સુધી નરેન્દ્ર મોદીનો ટ્રેક રેકોર્ડ પર્યાવરણને લઇને ખરાબ રહ્યો છે અત્યારે પણ સરકાર ઇઝ ઓફ ડૂઇગ બિઝનેસના નામ પર નિયમોનું ઉલ્લધંન કરી રહી છે. પર્યાવરણ સિવાય સોનિયા ગાંધીએ આદિવાસીઓના મુદ્દા પર કેન્દ્ર સરકારને આડેહાથ લીધી કોંગ્રેસ અધ્યક્ષાએ લખ્યું કે યુપીએએ જે એકટને પાસ કર્યો હતો તેને હાલની સરકારે બદલી નાખ્યો ઇદિરા ગાંધી લાંબા સમય સુધી જંગલ બચાવવાનો મુદ્દો ઉઠાવતી રહી છે કોંગ્રેસ તેના પર જ આગળ વધી રહી છે.

સોનિયા ગાંધીએ લખ્યું છે કે કેન્દ્ર સરકારે રિફોર્મના નામ પર માત્ર અમીર ઉદ્યોગપતિઓનો ફાયદો કર્યો છે પરંતુ હવે સમય છે કે જયારે આપણે પબ્લિક આરોગ્યમાં રોકાણ કરવું જાેઇએ તેમણે માંગ કરી કે નાના વેપારીઓને સબસીડી આપવી જાેઇએ પર્યાવરણ નીતિ લોકો અને નિષ્ણાંતો સાથે વાત કરી લાવે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.