Western Times News

Latest News from Gujarat

પતિએ પત્નિના ગુપ્ત ભાગમાં લાલ મરચું ભરતાં ફરિયાદ

અમદાવાદ: રાજ્યમાં મહિલાને લઈને અનેક મોટી આશ્ચર્યજનક ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદમાં આજે અજીબોગરીબ ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતિએ પોતાની પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં મચ્ચું ભરી દીધું હતું. આ ઘટનામાં પતિએ પત્નીને ચા બનાવવા માટે જણાવ્યું હતું, પરંતુ પત્નીએ ચા બનાવવાની મનાઈ કરતા પતિ ચિડાઈ ગયો હતો અને આ કૃત્ય કરી બેઠો હતો. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આ ઘટના નોંધાઈ છે. પોલીસે આરોપી પતિ અને મહિલાની સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં હિન્દુ પરિવાર શીતળા સાતમના તહેવારને ખાસ માને છે. આ દિવસે ઘરના ચૂલાઓ પર જમવાનું બનાવવામાં આવતું નથી. રાંધણ છઠ્ઠે બનાવેલ જમવાનું શીતળા સાતમે ખાવામાં આવે છે.

પોલીસે આ ઘટનામાં જણાવ્યું હતું કે, પીડિતાની સાસુજીએ તેણે ચા બનાવવા માટે જણાવ્યું હતું. પરંતુ પરિણીતાએ શીતળા સાતમે ચૂલો ન સળગાવાયનું કારણ આપીને ચા બનાવવા માટે મનાઈ કરી દીધી હતી. આ વાતને લઈને સાસુ અને વહૂ વચ્ચે ઝઘડો થયો હતો. તે દરમિયાન પતિએ પત્ની સાથે મારઝૂડ પણ કરી હતી.

આ ઘટનામાં પીડિતાએ જણાવ્યું હતું કે, પતિના માર માર્યા પછી ઘરમાં ચા ના બનાવવાનું કહીને બહારથી ચા લઈને આપવાની વાત કરી હતી. તે જેવી ઘરની બહાર નીકળી તો તેના સાસુજી અને પતિએ તેનો પીછો કર્યો હતો. પરિણિતા પોલીસ સ્ટેશને જવાની હતી, ત્યાં રસ્તામાં બન્ને જણાંએ પાછળથી તેના પર પથ્થર ફેંક્યા અને ખેંચીને પાછી ઘરે લઈ આવ્યા હતા