Western Times News

Gujarati News

૫-૭ લક્ષમાં ઘરેલુ ઉદ્યોગને મળશે ચાર લાખ કરોડના રક્ષા ઉપકરણોના ઓર્ડર: રાજનાથ

નવીદિલ્હી, રક્ષા મંત્રી રાજનાથ સિંહે સાઉથ બ્લોકમાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા આત્મનિર્ભર ભારત સપ્તાહ સમારોહમાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં રાજનાથસિંહે કહ્યું કે રક્ષા ઉત્પાદનમાં સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે સરકારે ૧૦૧ આઇટમોની એક નેગેટીવ યાદી જારી કરી છે આ એક વ્યાપક યાદી છે.મંત્રાલયનું અનુમાન છે કે આગામી પાંચથી સાત વર્ષોમાં ઘરેલુ ઉદ્યોગને લગભગ ચાર લાખ કરોડના ઉપકરણોના ઓર્ડર આપવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે આત્મનિર્ભર ભારત સપ્તાહની શરૂઆત કરી હતી તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવામાં આવશે જે રોટી કપજા મકાન આરોગ્ય અને શિક્ષાના ક્ષેત્રમાં સ્વાવલંબી હશે.

એ યાદ રહે કે રક્ષા મંત્રી રાજનાથસિંહે ઘરેલુ રક્ષા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની એક મહત્વપૂર્ણ પહેલ કરતા ૧૦૧ હથિયારો અને લશ્કરી ઉપરકરણોની આયાત ઉપર ૨૦૨૪ સુધી રોક લગાવવાની રવિવારે જાહેરાત કરી હતી આ ઉપકરણોમાં સામાન્ય લડાકુ, હેલીકોપ્ટર માલવાહક વિમાન પારંપારિક પનડુબીઓ અને ક્રુઝ મિસાઇસ સામેલ છે. ૧૦૧ વસ્તુઓની યાદીમાં ટોઇજ આર્ટિલરી બંદુકો ઓછા અંતરની જમીનથી હવામાં માર કરનારી મિસાઇલો ક્રુઝ મિસાઇલો પનડુબી રોધી રોકેટ લોન્ચર અને ઓછા અંતરના દરિયાઇ ટોહી વિમાન સામેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.