Western Times News

Gujarati News

પ્રાંતિજ સબજેલ પાસે દબાણ હટાવવામાં આવ્યું

(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સબજેલ પાસે કરવામાં આવેલ દબાણ ઉપર તંત્ર દ્વારા જેસીબી ફેરવી દેવામાં આવ્યું તો અન્ય દબાણ કર્તાઓમા ફફડાટ જોવા મળ્યો છે.

પ્રાંતિજ નાની ભાગોળ ખાતે આવેલ સબજેલ પાસે વર્ષો થી થયેલ દબાણ આજે પ્રાંતિજ મામલતદાર આર.કે.પટ્ટણી તથા પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલ પટેલ દ્વારા દબાણ દુર કરવામાં આવ્યું હતું અને દબાણ ઉપર જેસીબી મશીન ફેરવી દેવામાં આવ્યું હતું તો અન્ય દબાણ કર્તાઓમા પણ દબાણ ને લઇને ફફડાટ વ્યાપ્યો છે તો હાલતો માત્ર સબજેલ અદ્યતન બનાવવા મા આવતાં તેની આગળ થયેલ દબાણ માત્ર હટાવવામા આવ્યું છે ત્યારે હજુ પણ પ્રાંતિજ બજાર વિસ્તાર સહિત વિસ્તારો માં મોટામસ દબાણો થયેલા છે તે દબાણો ક્યારે હટશે એ તો હવે જોવું રહ્યું હાલ તો માત્ર સબ જેલ આગળ પાલિકા ની જગ્યા માં થયેલ દબાણ દુર કરવામાં આવ્યું છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.