Western Times News

Gujarati News

અમેરિકાએ ઇઝરાયેલ યુએઇ વચ્ચે દોસ્તી કરાવી દીધી

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ અને સંયુકત આરબ અમીરાત યુએઇ વચ્ચે ઐતિહાસિક શાંતિપૂર્ણ સમજૂતિની જાહેરાત કરી છે આ જાણકારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પોતાના ટિ્‌વટ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આપી. આ જાહેરાત કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયેલ અને તેના મુસ્લિમ પાડોશીઓ વચ્ચે પણ રાજદ્વારી સફળતા અપેક્ષિત હતી આ સમજૂતિ બાદ યુએઇ અને ઇઝરાયેલ વચ્ચે રાજવ્રી સંબંધોની નવી શરૂઆત થશે.

સમજૂતિ સંલગ્ન વ્હાઇટ હાઉસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતત્યાહૂ અબુધાબીના કાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાત થઇ ત્યારબાદ આ એતિહાસિક સમજૂતિને મંજુરી અપાઇ છે. વ્હાઇટ હાઉસે જાણકારી આપી છે કે આ સમજૂતિના કારણે ઇઝરાયેલે વેસ્ટ બેંક વિસ્તારમાં કબજાે કરવાની યોજનાને ટાળી છે.

વોશિંગ્ટનમાં યુએઇના રાજદુત યુસુફ અલ ઓતાઇબાએ કહ્યું કે ઇઝરાયેલ સાથે શાંતિ સમજૂતિ રાજદ્વારી જીત અને અરબ અઝરાયેલ સંબંધો માટે ખુબ મહત્વની છે તેમણે કહ્યું કે આજની જાહેરાત કૂટનીતિ અને ક્ષેત્રમાં એક જીત છે આ સમજૂતિ અરબ ઇઝરાયેલ સંબંધો વચ્ચે તનાવનું કામ કરશે અને બંન્ને દેશોના સંબંધોમાં સકારાત્મક બદલાવ માટે નવી ઉર્જા પેદા કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.