Western Times News

Latest News from Gujarat

ગાંધીનગર ખાતે રાજયકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી

પ્રતિકાત્મક તસવીર

ગાંધીનગર, ગુજરાતમાં રાજયકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી ગાંધીનગરમાં કરવામાં આવશે ત્યારે રાજયના પાટનગરમાં ૭૪માં સ્વતંત્ર પર્વની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.  ગાંઘીનગરના સેકટર ૧૧ વિસ્ટાગાર્ડન ખાતે તૈયારીઓ ચાલી રહી છે આવતીકાલે પાટનગરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવશે આ વર્ષે રાજયમાં કોરોનાના વધતા કહેરને લઇને અન્ય કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે. આ વખતે ૧૫મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી સાદાઇથી કરવામાં આવશે ગાંધીનગરમાં રાજયકક્ષાનો સ્વતંત્ર પર્વ યોજાવાનો છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપવાના છે.HS