Western Times News

Latest News from Gujarat

કૌટુંબીક સગાએ જ યુવાનને જીવતો સળગાવી દીધો? 

હળવદના વેગડવાવમા  ત્રણ વ્યકતી સામે ગુનો નોંધાયો
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, હળવદ તાલુકાના વેગડવાવ ગામે બાવીસ વર્ષીય  યુવાનને તેના જ કૌટુંબીક સગા એવા ત્રણ સગા ભાઈઓ એ સાથે મળી,કોઈ જવલનશીલ પદાર્થ છાંટીને જીવતો સળગાવી દેતા યુવાનનુૃ સારવાર દરમ્યાન મૃત્યુ થતા,હળવદ પંથકમા અરેરાટી વ્યાપી ગયેલ છે.
આ દુઃખદ અગ્ની કાંડની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા બાવીસ વર્ષીય મૃતક યુવાન વિક્રમ હરેશભાઈ પીપળીયા પોતાના ગામમા આવેલ હનુમાનજીના મંદીરમા સુતો હતો.
તે દરમ્યાન સળગી-દાઝેલી હાલતમા પરીવારજનો મળી આવતા યુવાનને હળવદ પ્રાથમિક સારવાર આપ્યા બાદ,વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામા આવેલ હતો.જયા સારવાર દરમ્યાન યુવાનનુ મૃત્યુ થયેલ છે.
જયારે,મૃતકના પિતા હરેશભાઈ વિઠ્ઠલભાઈ પીપળીયા દ્રારા તેમના જ કૌટુંબીક સગા એવા સગા ત્રણ ભાઈઓ મહાદેવ કાનજીભાઈ પીપળીયા, સુરેશ કાનજીભાઈ પીપળીયા તેમજ દીનેશ કાનજીભાઈ પીપળીયા વિરૂધ્ધ પોતાના દિકરાને જુના મન દુઃખના કારણે જીવતો સળગાવી નાખ્યા હોવાની ફરીયાદ હળવદ પોલીસમા નોંધાવતા, હત્યાના કારણ સહીત આરોપીઓને શોધી  ઝડપી પાડવા હળવદ પોલીસ ચક્રો ગતીમાન કરી રહી છે.