Western Times News

Gujarati News

ભરૂચના ઓવરબ્રીજો વાહન ચાલકો માટે જીવલેણ બન્યા

બાયપાસ ચોકડી ઓવરબ્રીજ અને નંદેલાવ ઓવરબ્રીજ ઉપર લોખંડના સળિયા ઉપસી આવતા કોન્ટ્રાકટરોના ભ્રષ્ટાચારની પોલ છતી.

 (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા માં સતત ઝરમરીયા વરસાદના પગલે તમામ જાહેરમાર્ગો ધોવાઈ જતા કોન્ટ્રાકટરોના ગોબાચારીના કૌભાંડો સામે આવી રહ્યા છે.ત્યારે ભરૂચના બે ઓવરબ્રીજ વરસાદી પાણી માં માર્ગ ધોવાઈ જવાના કારણે બાયપાસ ચોકડી અને નંદેલાવ ઓવરબ્રીજ ના લોખંડ ના સળિયાઓ ડોકિયા કરતા વાહનચાલકો માટે અકસ્માત નું ઝોન બની જતા વાહનચાલકો માં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ભરૂચ જીલ્લા માં છેલ્લા બે ત્રણ દિવસ થી ઝરમરીયા વરસાદ ના કારણે ભરૂચ ના અનેક જાહેરમાર્ગો બિસ્માર થઈ ગયા છે.ત્યારે ભરૂચ ના બાયપાસ ચોકડી નજીક ના ઓવરબ્રીજ ની હાલત અત્યંત દયનિય બની હોય ઓવરબ્રીજ ઉપર ના માર્ગ ધોવાઈ જવાના કારણે મસ્ત મોટા ખાડાઓ પડી જતા લોખંડ ના સળિયા દેખા દેતા વાહનચાલકો ના વાહનો માં પંચર પડવા સાથે વાહનો ને નુકશાન થઈ રહ્યું છે અને સ્ટ્રીટ લાઈટ ના અભાવે વાહનચાલકો અકસ્માત નો ભોગ પણ બની રહ્યા છે.ત્યારે સમગ્ર ઓવરબ્રીજ માં મસ્ત મોટા ખાડાઓ પડી જતા કોન્ટ્રાકટરો ની ભ્રષ્ટાચારો ની પોલ છતી થઈ જવા પામી હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે.

તો બીજી તરફ નંદેલાવ ઓવરબ્રીજ મઢુલી ચોકડી થી એબીસી ચોકડી સુધી નો માર્ગ અત્યંત બિસ્માર થઈ જવા સાથે ઓવરબ્રીજ માં વરસાદી પાણી ના કારણે ખાડાઓ પડી જતા બ્રીજ ના લોખંડ ના સળિયાઓ ઉપસી આવી ડોકિયાંઓ કરતા સળિયા વાહનચાલકો માટે જીવલેણ બની રહ્યા છે.જો કે આ ઓવરબ્રીજ ઉપર સ્ટ્રીટ લાઈટ ના અભાવે રોડ ઉપર ઉપસી આવેલા સળિયા વાહનચાલકો ને ન દેખાતા અકસ્માત નો ભોગ બની રહ્યા છે.ત્યારે ઝરમરીયા વરસાદે રોડ કોન્ટ્રાકટરો ની ભ્રષ્ટચાર ની પોલ છતી કરી નાંખી છે.ત્યારે પુનઃ એકવાર રોડ ની મરામત માટે કરોડો રૂપિયા નું આંધણ કરવામાં આવશે.

ભરૂચ નગર પાલિકા અને પીડબ્લ્યુડી ના ડામર રોડ ના કામ માટે માત્ર એક જ કોન્ટ્રાકટરને વર્ષો ગોદ લીધેલ ઓબી કન્સ્ટ્રકશન વારંવાર પોતાના ડામર રોડ ના મટીરીયલ માં ગોબાચારી કરતા હોવાના આક્ષેપ બાદ પણ ભરૂચ ના તંત્ર ને ડામરના રોડ માટે અન્ય કોન્ટ્રાકટર મળતો નથી.ત્યારે ઓબી કન્સ્ટ્રક્શન ઉપર ના કોન્ટ્રેકટર ઉપર ભરૂચ ના લોકલાડિયા નેતા ના આશીર્વાદ હોવાના કારણે ઓબી કન્સ્ટ્રક્શન ને જ રોડ ના કોન્ટ્રાકટ આપવામાં આવી રહ્યા છે.ત્યારે અગાઉ બે કરોડ ના રોડ માં ગોબાચારી પ્રકરણ બાદ સમગ્ર રોડ મીડિયા ના અહેવાલ બાદ પુનઃ બનાવવાની જરૂર બની હતી.ત્યારે આવા કોન્ટ્રાકટરો ના કારણે ભરૂચ ના માર્ગો બિસ્માર થઈ રહ્યા છે અને વાહનચાલકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે.જેના કારણે બિસ્માર બનેલા માર્ગો નું પૅચીંગવર્ક વિના મુલ્યે ઓબી કન્સ્ટ્રક્શન કરે તેવી માંગ આજે વિપક્ષીઓ ઉઠાવશે. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.