Western Times News

Gujarati News

મિશન ઈમ્પોશિબલના ૧૯૬ કરોડના સેટ પર આગ લાગી

લંડન, ટોમ ક્રૂઝના ચાહકોને હંમેશા તેની અપકમિંગ ફિલ્મ મિશન ઈનપોસિબલ ૭ની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જો કે કોરોનાને કારણે આ ફિલ્મનું શૂટિંગ લટકી પડ્યા બાદ હવે ફિલ્મ માટે ૧૯૬ કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલો સેટ ભસ્મિભૂત થઈ જતાં ટોમ ક્રૂઝ પણ હતાશ થઈ ગયો છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

આ ફિલ્મ ૧૯ નવેમ્બર ૨૦૨૧ના રોજ રિલીઝ કરવાનો પ્લાન છે, પરંતુ તેના શૂટિંગમાં આવી રહેલી એક પછી એક સમસ્યાને કારણે ફિલ્મ નિર્ધારિત સમયે રિલિઝ થઈ શકશે કે નહીં તે નક્કી નથી. પ્રાપ્ત વિગતો અનુસાર, શૂટિંગમાં એક સ્ટંટ સીન વખતે બાઈક હવામાં ઉછળીને પેડ પર પડ્યું હતું પરંતુ તે વખતે તેમાં આગ લાગી જતાં પળવારમાં જ આગ સર્વત્ર ફેલાઈ ગઈ હતી, અને સેટને નુક્સાન પહોંચ્યું હતું. એવું જાણવા મળી રહ્યું છે કે ઘટના બની ત્યારે ટોમ ક્રૂઝ પેરાશૂટ સાથે એક સ્ટંટ સીન કરી રહ્યો હતો.

ધ સનના એક રિપોર્ટ અનુસાર, બાઈક ચલાવી રહેલા સ્ટંટમેનને નિશ્ચિત સ્પોટ પર લેન્ડ થવાનું હતું, અને તેની નજીકમાં જ બાઈક ક્રેશ થવાનું હતું. જો કે દોઢ મહિના સુધી પ્લાન કર્યા બાદ પણ આ સીન યોગ્ય રીતે નહોતો થઈ શક્યો અને બાઈક જેવું લેન્ડ થયું કે તેમાં આગ લાગી ગઈ હતી.

ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટનાથી મોટું આર્થિક નુક્સાન તો થયું જ છે પરંતુ તેની સાથે હવે સેટ ફરી ઉભો કરવામાં ફરી લાંબો સમય મથામણ કરવી પડશે. ખરેખર તો, આ સમગ્ર દુર્ઘટના બાઈકવાળા સીનમાં ટાયર ઘસાશે ત્યારે આગ લાગી શકે તેવી ગણતરીને ધ્યાનમાં જ નહોતી લેવાઈ અને જે ધાર્યું નહોતું તે જ આખરે થઈ ગયું. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ નથી થઈ.

આ ફિલ્મનું શૂટિંગ યુકેના ઓક્સફોર્ડશાયરમાં ચાલી રહ્યું છે, તેના એક સ્ટંટ સીનમાં ટોમે હેલિકોપ્ટરમાંથી ૧૦ હજાર ફુટની ઉંચાઈએથી જમ્પ પણ લગાવ્યો હતો. ફિલ્મના ડિરેક્ટર-રાઈટર ક્રિસ્ટોફર મેકક્યુરીએ તેમાં ત્રણ જબરજસ્ત સ્ટંટ સીન હોવાનું જાહેર કર્યું છે, સાથે તેણે એમ પણ કહ્યું હતું કે તેને તેના પોતાના જ પ્લાનથી ડર લાગી રહ્યો છે. ટોમ ક્રુઝે પણ લોકડાઉન દરમિયાન તેના સ્ટંટ સીનની પ્રેક્ટિસ કરી હતી, જેમાં કાચા રસ્તા પર બાઈક ચલાવવા ઉપરાંત હેલિકોપ્ટર સીનનો સમાવેશ થાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.