Western Times News

Gujarati News

હોટલના રૂમમાં પાંચ કપલ આપત્તિજનક સ્થિતિમાં ઝબ્બે

Files Photo

પોલીસે દરોડો પાડતાં હોટલમાં દોડાદોડી, દેહવેપારનો ભાંડો ફૂટતાં મેનેજરની પણ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ

બિહાર, છપરા શહેરમાં હોટલમાં ચાલી રહેલા દેહવેપારના ગોરખધંધાનો ફરી પોલીસે ખુલાસો કર્યો છે. પોલીસની ટીમે દરોડો પાડતાં રાજપૂત હોટલમાંથી ૫ જોડાઓને આપત્તિજનક હાલતમાં પકડી પાડ્યા છે. પકડાયલા જોડાઓમાં ઓછી ઉંમરના કિશોર-કિશોરીઓની સાથે યુવા અને પરિણીત મહિલા-પુરુષ પણ સામેલ છે. ભગવાન બજાર પોલીસને ઘણા દિવસોથી સૂચના મળી હતી કે સ્ટેશનની આસપાસની હોટલોમાં દેહવેપારનો ધંધો ચાલી રહ્યો છે.

આ સૂચના બાદ પોલીસે ભગવાન બજાર ચૌક પર સ્થિત રાજપૂત હોટલ ખાતે દરોડો પાડ્યો. આ દરમિયાન અલગ-અલગ રૂમમાંથી અનેક જોડાને પોલીસે કસ્ટડીમાં લીધા છે. લોકોના જણાવ્યા મુજબ, બે વર્ષ પહેલા પણ આ જ રાજપૂત હોટલમાં દેહદેપારના ગોરખધંધાનો ખુલાસો થયો હતો અને આ મામલામાં હોટલને સીલ કરવામાં આવી હતી. હોટલને ગયા વર્ષે જ ખોલવામાં આવી હતી.

આ મામલામાં પોલીસ કાર્યવાહી હાથ ધરી રહી છે. છપરા પોલીસ અધીક્ષક હરકિશોર રાયના જણાવ્યા મુજબ, ગુપ્ત સૂચના મળી હતી કે હોટલમાં દેહવેપારનો ધંધો ચાલી રહ્યો છે. ત્યારબાદ દરોડો પાડવામાં આવ્યો અને પાંચ જોડાઓની અટકાયત કરવામાં આવી છે. હાલ હોટલને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે. સાથોસાથ હોટલના મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે હોટલના મેનેજર અને અન્ય લોકો સાથે પૂછપરછ કરવામાં આવશે. ત્યારબાદ એ જાણવાનો પ્રયાસ કરાશે કે આ હોટલમાં આ ધંધો ક્યારથી ચાલી રહ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.