Western Times News

Gujarati News

સુશાંતની બહેને ઘરમાં મને શરીરેથી જકડી લીધી હતી: રિયા ચક્રવર્તી

બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ તેની ઉપર મુકાયેલા તમામ આરોપોને નોનસેન્સ ગણાવીને ફગાવી દીધા છે

મુંબઈ, સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પાછળ જેની સામે આરોપો મૂકાયા છે તે એક્ટર રિયા ચક્રવર્તીએ એવો આક્ષેપ કર્યો છે કે તેના પરિવારજનો તેની પાછળ પડી ગયા છે અને સુશાંતની બહેને તો તેને શરીરેથી પકડી લીધી હતી. પોતાના વકીલને આપેલા લાંબા સ્ટેટમેન્ટમાં રિયાએ કહ્યું હતું કે, તેણે સુશાંતના મોતની તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓને એક એક વાતથી માહિતગાર કરી દીધી છે. પોતાને ભારતીય આર્મીના સર્જનની પુત્રી અને મહારાષ્ટ્રિયન હાઉસ વાઈફ ગણાવનાર રિયાએ તેની પર મુકાયેલા તમામ આરોપોને નોનસેન્સ ગણાવીને ફગાવી દીધા છે. રિયાએ કહ્યું હતુંકે, એપ્રિલ ૨૦૧૯માં સુશાંતના ફેમિલીનો તેને સૌથી ખરાબ પરિચય થયો હતો. એ વખતે એ એક્ટર સુશાંતની સાથે રહેતી હતી.

રિયાએ કહ્યું કે, એ વખતે સુશાંતની બહેન દારૂ પીને આવી હતી અને તેના બેડમાંથી મારી સાથે આવીને સૂઈ ગઈ હતી અને તેણે મને શરીરેથી જકડી લીધી હતી. રિયાએ કહ્યું કે, આ ઘટનાથી તે એકદમ ડઘાઈ ગઈ હતી અને તેણે સુશાંતની બહેનને ત્યાંથી ચાલ્યા જવા માટે કહ્યું હતું. તે પછી રિયા સુશાંતનું ઘર છોડીને જતી રહી હતી, તેમ વકીલને આપેલા નિવેદનમાં રિયાએ કહ્યું હતું.આ ઘટનાની જાણ રિયાએ સુશાંતને કરી હતી અને સુશાંતે એ પછી તેની બહેનનો ઉધડો લીધો હતો. સુશાંત સાથે તેની બહેનને મોટો ઝઘડ પણ થયો હતો. ત્યાંરથી સુશાંત અને તેના ફેમિલીની સાથે રિયાનો અણબનાવ શરૂ થયો હતો. જોકે, સુશાંતસિંહ રાજપૂતના વકીલે આ આરોપોને ફગાવી દીધા છે.

સુશાંતના વકીલે કહ્યું હતું કે, એક્ટરને રિયા સાથેના સંબંધોથી બહુ અફસોસ થયો હતો. સુશાંતે આ અંગે તેની બહેનની માફી પણ માગી હતી. રિયાએ એવો પણ દાવો કર્યો છે કે આત્મ હત્યા પહેલાં સુશાંતે તેના ફેમિલીને મુંબઈમાં તેને મળવા માટે આવવા કહ્યું હતું. તેની એક બહેન આ માટે સંમત પણ થઈ હતી. રિયાને સુશાંતનો પરિવાર ગમતો નહોતો તે વાત જેટલી સાચીહતી એટલું જ સાચું એ હતું કે તે સુશાંતની સાથે રહેવા માગતી હતી, તેમ સ્ટેટમેન્ટમાં કહેવાયું છે. સુશાંતની આત્મહત્યાના એક મહિના પછી તેના પિતા કેકેસિંહે બિહારમાં ૨૮ વર્ષની રિયા ચક્રવર્તીની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ છે કે રિયા સુશાંતને નાણાકીય અને માનસિક રીતે હેરાન કરતી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.