Western Times News

Gujarati News

રાયખડ પ્રજાની ‘કોન સુને ફરીયાદ’ સમસ્યાથી ઘેરાયલી પ્રજા ત્રાહિમામ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ‘કોન સુને ફરીયાદ’ પ્રજાને આજકાલ પારાવાર સમસ્યાઓ નડી રહી છે. રસ્તાઓમાં ભૂવા પડવા, ખાડા પડવા, રોડની સરફેસ પરનો ડામર ઉખડી જવો, ઠેર ઠેર નાના મોટા ખાડાઓ પડવા, ગટરોના પાણી ઉભરાવવા સહિતની સમસ્યાઓ છે. પરંતુ મોટાભાગનું તંત્ર કોરોનાના કામમાં જાેડાયેલું હોવાથી હવે પ્રજાકીય કામો અભરાઈએ ચઢાવી દેવામાં આવ્યા હોય એવુ ઉપસી રહ્યુ છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

રાયખડ મસ્ટર સ્ટેશનમાં સ્થાનિક લોકો તરફથી ઉપરોકત મુદ્દે ફરીયાદો લખાવવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. રાખયડ મસ્ટર સ્ટેશનની હદૃમ્‌ આવલા જમાલપુર સોદાગરની પોળ, ગફૂર બિલ્ડીંગ પાછળ, હરિજનવાસમાં લાંબા સમયથી ગંદુ પાણી આવવુ, પાણીની વર્ષો જૂની પાઈપલાઈનને કારણે પાણી ઓછા પ્રેશરથી આવે છે અને તે પણ ગંદુ પાણી આવે છે.

મોટા અને ઉંડા ખાડા પડી જવાને કારણે બાળકો ઈજાગ્રસ્ત થાય છે. આ વિસ્તારના નાગરીકો નિયમિત મ્યુનિસિપલ ટેક્ષ ભરે છે. પરંતુ કોઈ કામ થતાં નથી. સફાઈ કામદાર દિવસમાં એક વખત આવે છે. સુકો કચરો, લીલો કચરો નાખવા માટેના સાધનો અપાયા નથી. અનેક વખત ફરીયાદો છતાં આ વિસ્તાર તરફ દુર્લક્ષ સેવવામાં આવતું હોવાની ફરીયાદ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.