Western Times News

Gujarati News

પરીક્ષા વગર ડિગ્રી આપવાનો ર્નિણય રાજ્યો પોતાની જાતે લઇ ન શકે: યુજીસી

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

નવી દિલ્હી, યુનિવર્સિટીની છેલ્લા વર્ષની પરીક્ષા લેવાના યુજીસીના ર્નિણયને પડકારતી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટમાં મોડી રાત સુધી સુનાવણી ચાલી હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. યુજીસીએ રાજ્યોને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં યુનિવર્સિટીના છેલ્લા વર્ષની પરીક્ષાઓ પૂર્ણ કરવાના નિર્દેશ આપ્યા છે.

યુજીસી વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ખંડપીઠને જણાવ્યુ હતું કે અમે રાજ્યોને જારી કરેલા દિશાનિર્દેશ રાજ્યોના હિતમાં છે કારણકે યુનિવર્સિટીઓને અનુસ્તાક અભ્યાસક્રમોમાં પ્રવેશની કામગીરી શરૃ કરવાની છે. યુજીસીએ વધુમાં જણાવ્યું છે કે રાજ્યો યુજીસીની ગાઇડલાઇનની અવગણના કરી શકે નહીં.

ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ આર એસ રેડ્ડી અને ન્યાયમૂર્તિ એમ આર શાહની ખંડપીઠે જણાવ્યું હતું કે મુદ્દો એ છે કે જો રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ર્નિણય લે કે પરીક્ષા યોજવા માટે સ્થિતિ યોગ્ય નથી તો શું રાજ્ય યુજીસીની ગાઇડલાઇનની અવગણના કરી શકે.

યુજીસીએ ૬ જુલાઇએ જારી કરેલા દિશાનિર્દેશની કાયદેસરતાને પડકારવા માટે કરાયેલી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. ખંડપીઠે વધુમાં જણાવ્યું છે કે બીજો મુદ્દો એ છે કે યુજીસી પાસે એટલી સત્તા છે કે રાજ્યોના ર્નિણયની અવગણના કરીને યુનિવર્સિટીઓને પરીક્ષા લેવા માટે ફરજ પાડી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.