Western Times News

Gujarati News

સુશાંતની સંપત્તિ ઉપર મારો જ હક છે: સુશાંતના પિતા

મારી સહમતિ વગર કોઈ પણ વકીલ, સીએ કે અન્યને સુશાંતની સંપત્તિ ઉપર રિપ્રેઝન્ટ કરવાનો કોઈ હક નહીં

મુંબઈ, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલામાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ તેમના પિતા કેકે સિંહએ દીકરાની સંપત્તિ પર પોતાનો દાવો જતાવ્યો છે. સુશાંતના પિતા કેકે સિંહે પ્રેસ નિવેદન જાહેર કરતાં કહ્યું છે કે તેઓ સુશાંતના કાયદાકિય રીતે વારસદાર છે. સુશાંતના પિતાએ નિવદેન પ્રેસને જાહેર કરીને નોટમાં લખ્યું છે કે સુશાંતે પોતાની જિંદગીમાં જે વકીલો, સીએ અને પ્રોફેશનલે રાખ્યા હતા, તેમની સેવાઓ લીધી હતી, કાયદાકિય વારસદાર હોવાના કારણે તેમની સેવાઓ સુશાંતના મોત બાદ સમાપ્ત કરું છું.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી epaper pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

કેકે સિંહે કહ્યું કે, હવે સહમતિ વગર કોઈ પણ વકીલ, સીએ કે અન્યને સુશાંતની સંપત્તિ પર રિપ્રેઝન્ટ કરવાનો કોઈ હક નહીં હોય. હાલમાં જ કેટલાક વકીલ મીડિયામાં આવ્યા હતા અને તેઓએ સુશાંત દ્વારા વકીલ રાખવાનો દાવો કર્યો હતો.

આ લોકોએ પોતે અને સુશાંતની વચ્ચે થયેલી કેટલીક વાતો કહી હતી. આ પ્રકારની વાતોનો ખુલાસો ઇન્ડિયન એવિડન્સ એક્ટ ૧૮૭૨ના સેક્શન ૧૨૬ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રુલ્સ મુજબ વર્જિત છે.

સુશાંતના પિતાએ લખ્યું છે કે તેમની સહમતિ વગર કોઈને પણ તેઓ તેનો અધિકારી નથી આપતા કે તેઓ સુશાંતને રિપ્રેઝન્ટ કરે. પ્રેસ નોટમાં સુશાંતના પિતાએ લખ્યું કે, હું એ પણ સ્પષ્ટ કરી દેવા માંગું છું કે હું અને મારી દીકરીઓએ એસકેવી લાૅ ઓફિસિસ કોમર્શિયલ, વરૂણ સિંહને વકીલ તરીકે અધિકૃત કર્યા છે. સાથોસાથ સીનિયર વકીલ વિકાસ સિંહ મારા પરિવારને રિપ્રેઝન્ટ કરવા માટે અધિકૃત છે. કોઈ બીજી વ્યક્તિ જે પરિવારનો દાવો કરી રહ્યા છે, તેમને મારી સહમતિ નથી.

નોંધનીય છે કે, બુધવારે જ સુપ્રીમ કોર્ટ બાૅલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલામાં ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું છે કે આ કેસની તપાસ સીબીઆઈ જ કરશે. સુશાંતની ગર્લફ્રેન્ડ અને આ કેસમાં આરોપોનો સામનો કરી રહેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પોતાની વિરુદ્ધ પટનામાં દાખલ એફઆઈઆરને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે અરજી દાખલ કરી હતી. આ અરજીને ફગાવી દેતાં કોર્ટે કેસની તપાસના અધિકારી સીબીઆઈને સોંપી દીધા છે. સુપ્રીમના ચુકાદા બાદ સુશાંતના પરિવારે થેન્ક્‌સ ગિવિંગ નિવેદન જાહેર કર્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.