Western Times News

Gujarati News

૧૭૦૦થી વધુ કોવિડ સ્પ્રેડર્સને શહેરમાં પ્રવેશતા અટકાવાયા

અમદાવાદ: એક વખતે ભારતમાં કોરોનાના હોટસ્પોટમાં સ્થાન પામેલા અમદાવાદે આ મહામારીમાં લાંબી મજલ કાપી છે. શહેરનો પોઝિટિવિટી રેટ ઘટીને ૨.૫% થઈ ગયો છે ત્યારે હવે ‘કોવિડ અંડર કંટ્રોલ જ રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. શહેરમાં કોવિડને નિયંત્રણમાં રાખવાની કામગીરી કરતાં તંત્રએ ૧૭૦૦થી વધુ કોવિડ પોઝિટિવ લોકોને અમદાવાદમાં પ્રવેશતા રોક્યા છે. આ લોકો ગુજરાતના શહેરો તેમજ ઓડિશા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી આવ્યા હતા.

શહેરના વહીવટકર્તાઓ કોવિડ-૧૯ પોઝિટિવ લોકોને અમદાવાદમાં આવતા રોકીને ‘રિવર્સ ક્વોરન્ટીન’ની નીતિ અપનાવી રહ્યા છે. મહત્વનું છે કે, રિવર્સ ક્વોરન્ટીન શબ્દ વિશ્વભરમાં હાઈ-રિસ્ક ધરાવતા લોકો જેવા કે વૃદ્ધો અને ગંભીર બીમારીઓના દર્દીઓને વાયરસના સંક્રમણથી બચાવવા ઘરમાં જ આઈસોલેટ કરી રાખવા માટે વપરાય છે.

અમદાવાદના કિસ્સામાં આ શબ્દનો ઉપયોગ શહેર માટે થઈ રહ્યો છે. જેમાં કોવિડ પોઝિટિવ લોકોની એન્ટ્રી અમદાવાદમાં પ્રતિબંધિત કરીને શહેરને સંક્રમણથી બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શહેરના નિષ્ણાતોનું માનીએ તો આ પગલાની અસર લાંબા ગાળે જોવા મળશે. એક અધિકારીએ કહ્યું, “મહામારીના શરૂઆતના દિવસોમાં આઈસીએમઆર (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)એ હાથ ધરેલા સ્ટડી મુજબ એક પોઝિટિવ વ્યક્તિ ૪૦૬ જેટલા લોકોને ૩૦ દિવસમાં સંક્રમિત કરી શકે છે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ, નિયમિત હાથની સફાઈ, માસ્કનો ઉપયોગ કરવા જેવા પગલાં ભરીને આ આંકડો ૨.૫ સુધી લાવી શકાય છે, તેમ સ્ટડીમાં કહેવાયું છે.

મહામારીના પાંચ મહિના થયા છે ત્યારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અમદાવાદમાં કોવિડ-૧૯ સામે લડવા થતી કામગીરીનું નિરીક્ષણ કરતાં પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ કહ્યું, આ પાછળનો ઉદ્દેશ છે કે, મહામારીની પહેલી વેવને કાબૂમાં લેવા જે પગલાં ભરવામાં આવ્યા છે તે વ્યર્થ ના જાય. “હાલ અમદાવાદનો પોઝિટિવિટી રેટ ૨.૫% છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.