Western Times News

Gujarati News

પૂર્વ સીજેઆઇ રંજન ગોગોઇની વિરૂધ્ધ જનહિત અરજી રદ

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે આજે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના રૂપમાં ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના આચરણની તપાસ માટે ત્રણ અદાલત વાળી પેનલ રચના કરવાની માંગ કરનારી અજી પર વિચાર કરવાનો ઇન્કાર કરી દીધો છે ગોગોઇ વર્તમાનમાં રાજયસભા સાંસદ છે.

ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેંચે જનહિત અરજીને ગેરબંધારણીય ગણાવી અને કહ્યું કે અરજીકર્તાએ ગત બે વર્ષોમાં સુનાવણી માટે દબાણ કર્યું નથી આ ઉપરાંત જયારે ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) ગોગોઇનું કાર્યકાળ સમાપ્ત થઇ ગયો છે.
ન્યાયમૂર્તિ બી આર ગગઇ અને કૃષ્ણ મુરારીની બેંચે અરજીકર્તાને પુછયુ કે તમે છેલ્લા બે વર્ષમાં સુનાવણી માટે દબાણ કેમ ન કયુ ર્ં તેમણે કહ્યું કે આ અરજી ગેરબંધારણીય થઇ ગઇ છે કારણ કે ગોગોઇનો કાર્યકાળ પહેલા જ પુરો થઇ ચુકયો છે બેંચે અરજીકર્તા અરૂણ રામચંદ્ર હુબલીકરને કહ્યું કે માફ કરો અમે આ અરજી પર વિચાર કરી શકીએ નહીં.

અરજીકર્તાએ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે કાર્યકાળ દરમિયાન કહેવાતી રીતે કમીશન માટે ગોગોઇની વિરૂધ્ધ તપાસની માંગ કરી હતી અરજીકર્તાએ બેંચની સમક્ષ દાવો કર્યો કે તેણે પોતાની અરજીની યાદી માટે સુપ્રીમ કોર્ટના મહાસચિવની મુલાકાત કરી હતી પરંતુ તેને યાદીબધ્ધ કરવામાં આવી ન હતી એ યાદ રહે કે ગોગોઇ ગત વર્ષ ૧૭ નવેમ્બરને સીજેઆઇના પદભારથી સેવામુકત થઇ ગયા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.