Western Times News

Gujarati News

ભારતમાં કોરોના સંક્રમિતોનો આંક ૨૯ લાખને પાર પહોંચ્યો

Files photo

નવીદિલ્હી, કોવિડ ૧૯નું સંક્રમણ જે રીતે દેશમાં વધી રહ્યું છે તેને જાેતા એવું લાગી રહ્યું છે કે આપણો દેશ અમેરિકા અને બ્રાઝીલને પણ પાછળ છોડી દેશે રોજરોજ જાહેર થતા કોરોનાના નવા કેસ અને તેનાથી ભોગ બનેલા દર્દીઓના આંકડા જાેઇને એવું જ પ્રતિત થઇ રહ્યં છે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરેલા આંકડાઓ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૬૮,૮૯૮ નવા પોઝીટવ કેસો નોંધાયા છે આ ઉપરાંત કોવિડ ૧૯ના કારણે ૯૮૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે ભારતમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨૯,.૦૫,૮૨૪ થઇ ગઇ છે.

ભારતમાં કોરોના વાયરસના હવે છ લાખ ૯૨ હજાર ૨૮ એકિટવ કેસ છે બીજી તરફ ૨૧ લાખ ૫૮ હજાર ૯૪૭ લોકો સાજા પણ થઇ ચુકયા છે દેશમાં અત્યાર સુધીમાં કુલ ૫૪,૮૪૯ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.  ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર દેશમાં ૨૦ ઓગષ્ટ સુધીમાં કુલ ૩,૩૪, ૬૭,૨૩૭ સેમ્પલ ટેસ્ટ કરવામિાં આવ્યા છે.માત્ર ગુરૂવારે ૮,૦૫,૯૮૫ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૧૭૫ નવા કેસ નોંધાયા છે જેની સામે ૧૧૨૩ દર્દીઓ સાજા થયા છે ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ ૧૯ના કારણે ૧૬ દર્દીઓના મોત થયા છે રાજયમાં કુલ મૃત્યુ આંક ૨૮૫૫ થયો છે છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ૨૩૭ કેસ નોંધાયા છે.રાજયમાં કોરોના કુલ કેસ ૮૩.૨૬૨ છે જેમાં એકિટવ કેસ ૧૪,૪૫૪ છે આજે રાજયમાં કુલ ૬૮.૫૨૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કારણે ૧૬ દર્દીઓના મોત થયા છે જેમાં સુરતમાં સાત,અમદાવાદમાં ચાર,રાજકોટમાં ૨ ગાંધીનગર મહેસાણા અને વડોદરામાં એકએક દર્દીઓના મોત થયા છે બીજી તરફ સુરતમાં ૩૦૧,અમદાવાદમાં ૧૬૭ અમરેલીમાં ૮૨ વડોદરામાં ૭૫ અને રાજકોટમાં ૬૫ સહિત કુલ ૧૧૨૩ દર્દીઓએ કોરોના વાયરસને મ્હામત આપી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.