Western Times News

Gujarati News

કોરોના મહામારી બે વર્ષની અંદર પૂર્ણ થઈ જશે :WHO

જિનેવા:આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. આ વાયરસના કારણે લોકોના સામાન્ય જીવ પર તેની વ્યાપક અસર પડી છે. આવામાં વાયરસ ક્યારે પીછો છોડશે તેવો સવાલ સૌ કોઈને થઈ રહ્યા છે.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

આવામાં ડબલ્યુએચઓએ એક મહત્વની વાત કરી છે. ડબલ્યુએચઓના ચીફ ટ્રેડ્રોસ એડહાનોમએ શુક્રવારે સંભાવના વ્યક્ત કરી કે કોરોના વાયરસની અસર ૧૯૧૮માં આવેલા સ્પેનિશ ફ્લૂ કરતા ઓછો સમય રહેશે. ડબલ્યુએચઓ ચીફે જણાવ્યું કે આ મહામારી બે વર્ષની અંદર પૂર્ણ થઈ જશે.

જોકે તેના માટે દુનિયાના દેશોએ એક થઈને સર્વસામાન્ય વેક્સીન વેક્સીન બનાવવામાં સફળતા મળે તેના પર ભાર મૂક્યો છે. હજુ સુધી કોરોના વાયરસ સામે લડનારી રસી ઉપલબ્ધ નથી થઈ, એવામાં મહામારી બે વર્ષની અંદર પૂર્ણ થઈ જશે.

ટ્રેડોસે કહ્યું કે ૧૯૧૮માં સ્પેનિશ ફ્લુને ખતમ થતા ૨ વર્ષ જેટલો સમય લાગશે. જિનેવામાં એક બ્રીફિંગ દરમિયાન તેમણે કહ્યું, “આજની પરિસ્થિતિમાં જ્યારે વધારે ટેક્નોલોજી અને કેનેક્ટિવિટી છે જેના કારણે વાયરસ પાસે વધારે ફેલાવાની તક છે. આપણે એકબીજા સાથે વધારે નજીકથી જોડાયેલા છે માટે તેની ગતિ વધી છે. તેમણે એ પણ કહ્યું કે, પરંતુ આ સમયે આપણી પાસે તેને રોકવા માટેની ટેક્નિક પણ છે અને જ્ઞાન પણ છે, જેના આધારે વાયરસને હરાવી શકાય છે.

આ સમયમાં વૈશ્વિકતા, ઘનિષ્ઠતા, સંપર્કથી નુકસાન તો છે પણ તેની સામે લડવા માટેની ટેક્નિક હોવાથી ફાયદો પણ થાય છે. આ સાથે તેમણે કહ્યું, હાલ આપણી પાસે જે સાધનો છે તેનો ઉપયોગ કરીએ, અને આશા વ્યક્ત કરીએ કે આપણી પાસે વેક્સીન પણ હોય, જેથી આપણે ૧૯૧૮ના ફ્લૂ કરતા ઓછા સમયમાં તેને ખતમ કરી શકીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.