Western Times News

Latest News from Gujarat

અરૂણ જેટલીની પુણ્યતિથિ પર નરેન્દ્ર મોદીએ તેમને યાદ કર્યા

નવીદિલ્હી, ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીની આજે પહેલી પુણ્યતિથિ હતી. આજથી એક વર્ષ પહેલા આજના જ દિવસે દુનિયાને અલવિદા કહ્યું હતું જેટલીની પહેલી પુણ્યતિથિ પર ભાજપના નેતાઓએ તેમને શ્રધ્ધાજલિ અર્પિત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહ મંત્રી અમિત શાહ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સહિત અનેક નેતાઓએ તેમને ટ્‌વીટ કરી યાદ કર્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને મારા મિત્રની બહું યાદ આવે છે.મોદીએ લખ્યું કે આ દિવસે ગત વર્ષ આપણે અરૂણ જેટલીને ગુમાવ્યા હતાં મને મારા મિત્રની બહું યાદ આવે છે અરૂણે લગનથી દેશની સેવા કરી હતી તેમની બુધ્ધિ કાયદાનું કૌશલ્ય અને વ્યક્તિત્વ મહાન હતું.

ગૃહમંત્રી અમિત શાહે ટ્‌વીટ કરી કહ્યું કે અરૂણ જેટલજી એક ઉત્કષ્ટ રાજનીતિજ્ઞ હતાં વિપુલ વકતા અને મહાન માણસ હતાં જેમની ભારતીય રાજનીતિમાં કોઇ સમાનતા નહોતી તે બહુઆયામી અને મિત્રોના મિત્ર હતાં જે હંમેશા પોતાના વિશાળ વિરાસત પરિવર્તનકારી દ્‌ષ્ટિ અને દેશભક્તિ માટે યાદ કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ટ્‌વીટ કરી જેટલીને શ્રધ્ધાંજલિ અર્પિત કરી તેમણે કહ્યું કે પ્રમુખ નેતા વિચારક પદ્મભૂષણથી સન્માનિત પૂર્વ નાણાંમંત્રી સ્વ અરૂણ જેટલીની પ્રથમ પુણ્યતિથિ પર તેમને શત્‌ શત્‌ નમન રાષ્ટ્ર નિર્માણમાં તેમની જનકલ્યાણકારી નીતિઓ તથા યોજનાઓનું અપ્રતિમ યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે.

ભાજપે પોતાના સત્તાવાર ટ્‌વીટર હેંડલથી ટ્‌વીટ કરી પૂર્વ કેન્દ્રીય મંત્રીને યાદ કર્યા છે ભાજપે ટ્‌વીટ કર્યું કે પ્રતિષ્ઠિત વિદ્વાન સંચાલક વકીલ પ્રશાસક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પદ્મ વિભૂષણ અરૂણ જેટલીને તેમની પહેલી પુણ્યતિથિ પર હાર્દિક શ્રધ્ધાંજલિ વિવિધ ક્ષેત્રોમાં શાનદાર જ્ઞાન અને અનુકરણીય યોગદાનની તેમની વિરાસત ભવિષ્યની પેઢીઓને પ્રોત્સાહિત કરશે જેટલીનું નિધન રાજનીતિક જગત સહિત દેશ માટે એક ઝટકા જેવું હતું કેમ કે નિધનથી કેટલાક મહિના પહેલા સુધી તે રાજનીતિમાં ખાસા સક્રિય હતાં તેઓ નાણાં મંત્રી હત્યા ત્યારે જ દેશમાં જીએસટી લાગુ પડયુ હતું.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers