Western Times News

Gujarati News

મોદી સરકારે વેપારીઓને જીએસટીમાં મોટી રાહત આપી

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે જીએસટીને લઇને કરદાતાઓને મોટી રાહત આપી છે નાણાં મંત્રાલયે વેપારીઓને આપવામાં આવતી જીએસટી છુટને બમણી કરી દીધી છે જે હેઠળ હવે વાર્ષિક ૪૦ લાખ રૂપિયા સુધીની આવક કરનારા વેપારીઓને જીએસટીમાંથી મુક્તિ મળશે જયારે આ અગાઉ આ મર્યાદા ૨૦ લાખ રૂપિયા હતી એટલું જ નહીં જે વેપારીઓનું વાર્ષિક ટન ઓવર ૧૫ કરોડ રૂપિયા સુધી છે તેઓ કમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરી શકે છે તેઓએ માત્ર એક ટકાના દરે ટેકસ ભરવો પડશે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર જીએસટી લાગુ થયા પછી કરદાતાઓનો બેસ લગભગ બમણો થઇ ગયો છે જયારે જીએસટી અમલમાં આવ્યું તે સમયે જીએસટી દ્વારા આવેલી લેવામાં આવીલી એસેસીઝની સંખ્યા લગભગ ૬૫ લાખ હતી જે હવે વધીને ૧.૨૪ કરોડથી વધુ થઇ ગઇ છે તેમજ જીએસટીમાં બધી પ્રક્રિયાઓ સંપૂર્ણ સ્વચાસલિત છે.

પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીની પ્રથમ પૂણ્યતિથિ પર નાણાં મંત્રાલયે કહ્યું કે જીએસટી પહેલા વેલ્યુ એડિશનલ ટેકસ વેટ એકસાઇઝ અને સેલ્સ ટેકસ ભરવો પડતો હતો આનાથી સામૂહિક ધોરણે ટેકસનો દર ૩૧ ટકા સુધી પહોંચી જતો હતો મંત્રાલયે કહ્યું કે હવે વ્યાપકપણે માનવામાં આવે છે કે જીએસટી ગ્રાહકો અને કરદાતાઓ બંને માટે અનુકૂળ છે જીએસટી પૂર્વે લોકો ઉચા દરના કારણે ટેકસ ભરવા માટે પ્રોત્સાહિત થતા હતાં પરંતુ જીએસટી હેઠળ નીચા દરોએ ટેકસનું પાલન વધ્યુ છે. જીએસટીમાં ૧૭ સ્થાનિક ચાર્જ છે દેશમાં ૧ જુલાઇ ૨૦૧૭ના રોજ જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં જેટલી નાણાં મંત્રી હતાં ત્યારે આજે મંત્રાલયે અરૂણ જેટલીને પણ યાદ કર્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.