Western Times News

Latest News from Gujarat

ગામમાંથી ગુમ થયેલ મહિલા સરપંચ પ્રેમીના ઘરેથી મળી

બાડમેર, રાજસ્થાનના બાડમેર જિલ્લાના સમદડી ગામમાંથી ગુમ થયેલા મહિલા સરપંચની જાણકારી મળી ગઈ છે. પિંકી ચૌધરી નામના આ મહિલા સરપંચ રવિવારે પોતાના ગામમાં પાછા આવી ગયા છે, પરંતુ આ દરમિયાન તેઓ એકલા નહોતી તેમની સાથે પ્રેમી પણ હતો. શુક્રવારે જ સરપંચના ગુમ થવાની પરિવાજનોએ રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસ મહિલા સરપંચને શોધવામાં લાગી હતી. પાંચ દિવસ બાદ જ્યારે પિંકી ચૌધરી ઘરે પાછા આવ્યા તો સૌ કોઈ હેરાન રહી ગયા. આ દરમિયાન તેમની સાથે પ્રેમી પણ હતો. મહિલા સરપંચે પોતાના સાસરિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ ના તો પિયર જવા ઈચ્છે છે અને ના તો સાસરે, પણ પોતાના પ્રેમી અશોક ચૌધરી સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેવા ઈચ્છે છે.

મીડિયા સાથે વાત કરતા પિંકીએ કહ્યું, મારા સસરા પર પ્રેશર હતું એટલે મારા પિતાએ ફરિયાદ લખાવી. હું જ્યાં પણ થું ઠીક છું અને રિલેશનશીપમાં છું. મેં એસપી સાહેબને ફોન કર્યો હતો. હું કોર્ટમાં વાત જણાવીશ. મેં હાલમાં કોઈ લગ્ન નથી કર્યા. હકીકતમાં પિંકીએ પોલીસને એક ઈ-મેઈલ મોકલ્યો હતો જેમાં તેમણે પોતાના સસરા અને પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. ૨ બાળકોના માતા પિંકી હવે પિત પાસે છૂટાછેડા લેવા ઈચ્છે છે અને આ માટે તે કોર્ટના દ્વાર ખખડાવવા પણ તૈયાર છે. પિંકીનું કહેવું છે કે તે પોતાના પ્રેમી અશોક ચૌધરીના ઘરમાં જ રહેશે જ્યાં સુધી ડિવોર્સ ન થઈ જાય. તેમનું કહેવું છે, તેઓ પોતાન મરજીથી ઘરેથી નીકળ્યા હતા અને પોતાની મરજીથી જ પાછા આવ્યા છે. હાલમાં આ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, ગુમ થયા બાદ પિંકી ચૌધરી જોધપુરમાં રહેતા હતા અને આ દરમિયાન તેમનો દીકરો પણ સાથે હતો. પિંકીએ કહ્યું કે, તેમના લગ્નનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે સંપૂર્ણ રીતે ફેક છે અને બીજા લગ્નની વાત અફવા છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers