Western Times News

Gujarati News

સોનિયા ગાંધી પ્રમુખ પદે વધુ એક વર્ષ માટે યથાવત

નવી દિલ્હી, કોંગ્રેસ વર્કિંગ કમિટી(સીડબલ્યુસી)ની મિટિંગમાં એવો ર્નિણય લેવાયો છે કે સોનિયા ગાંધી આગામી એક વર્ષ સુધી પાર્ટીનાં પ્રમુખ તરીકે ચાલુ રહેશે. સીડબલ્યુસીની મિટિંગમાં સર્વાનુમતે આ ર્નિણય લેવાયો હતો. અગાઉ, દિવસ દરમિયાન દિલ્હીમાં સોમવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભારે હોબાળો મચ્યો હતો. આ મિટિંગમાં સોનિયા ગાંધીએ રાજીનામાની પેશકશ કરી હતી અને તેમની સામે લખાયેલી ચિઠ્ઠીનો જવાબ પણ આપ્યો હતો, જેમાં તેમના નેતૃત્વ સામે સવાલ કરાયો હતો. મિટિંગ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. એક જૂથ રાહુલ ગાંધીનું હતું જ્યારે બીજું સોનિયા ગાંધીનું હતું.

જોકે, આ જૂથ ફક્ત યુવા નેતૃત્વ અને જૂના જોગીઓનું નેતૃત્વ એમ બે વિચારધારા પર જ હતું. બેઠક શરૂ થતાં જ સોનિયા ગાંધીએ વચગાળાના અધ્યક્ષ પદ છોડવાની રજૂઆત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીના રાજીનામાની રજૂઆત બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને એકે એન્ટનીએ તેમને પોતાના પદ રહેવાની અપીલ કરી હતી.

સોનિયા ગાંધીએ પદ છોડવાની રજૂઆત કરતી વખતે ગુલામ નબી આઝાદ અને અન્ય દ્વારા લખવામાં આવેલા પત્રનો હલાવો આપ્યો હતો. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને એ કે એન્ટનીના નેતૃત્વમાં પરિવર્તનની માગને લઈને કેટલાક નેતાઓ દ્વારા લખેલા પત્રની ટીકા કરી હતી. તેમણે સોનિયા ગાંધીને પાર્ટીના નવા અધ્યક્ષ પસંદ કરવા માટે પ્રક્રિયા શરૂ કરવાનું આહ્વાન કર્યુ છે. કેટલાંક આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણએ ગાંધી પરિવાર સિવાય મુકુલ વાસનિક અને એ. કે. એન્ટોની કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં છે.

પ્રિયંકા પણ બિન ગાંધી પરિવારના નેતાને અધ્યક્ષ બનાવવાનું સમર્થન કરી ચૂક્યાં છે. પાર્ટીમાં બનેલા બે જૂથ વચ્ચે એક જૂથ રાહુલને અધ્યક્ષ બનાવવાના  સમર્થનમાં છે. સિનિયર અને યુવા નેતાની લડત વચ્ચેની વચ્ચે હવે વર્કિંગ કમિટી ર્નિણય લેશે. સીડબ્લ્યુસીની બેઠકના એક દિવસ પહેલા રવિવારે પાર્ટીમાં રાજકીય તોફાન આવ્યું હતું. પાર્ટીમાં પરિવર્તનની માગને લઈને સોનિયા ગાંધીને ૨૩ વરિષ્ઠ નેતાઓએ પત્ર લખ્યો હતો. જોકે, આ પત્રની ખબર સામે આવવાની સાથે જ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંઘ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પાર્ટીના કેટલાક અન્ય વરિષ્ઠ અને યુવા નેતાઓએ સોનિયા અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભરોસો વ્યક્ત કર્યો હતો અને આ વાતે જોર આપ્યું કે ગાંધી પરિવારની પાર્ટીને એક થઈને રાખી શકાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.