Western Times News

Gujarati News

લોન મોરેટોરિયમ અંગે નિર્ણય હવે બેન્કોએ કરવાનો છે: દાસ

નવી દિલ્હી, તમામ પ્રકારની લોન પર કોરોના સંક્રમણને કારણે લંબાવવામાં આવેલી મુદ્દત એટલે કે મોરેટોરિયમ અંગે હવે બેન્કોએ જ ર્નિણય લેવાનો હોવાનું આરબીઆઈના ગવર્નર શક્તિકાન્તદાસે કહ્યું છે. કેટલાક લોકો મોરેટોરિયમ વધારવાની માગણી કરી રહ્યા છે. જોકે, બેન્કો હવે મોરેટોરિયમને ઓગસ્ટથી આગળ વધારવાના પક્ષમાં નથી. હાલ ઓગસ્ટ સુધી લોકોને મોરેટોરિયમનો લાભ મળી રહ્યો છે.

આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે મોરેટોરિયમ કોને આપવું છે અને કોને નહીં તે બેન્કોએ હવે નક્કી કરવાનું છે. તેમણે કહ્યું કે મોરેટોરિયમ એક અસ્થાયી સૉલ્યુશન હતું. મોરેટોરિયમના કારણે સ્થાયી ઉકેલ કાઢવો જરૂરી છે. કોરોના સંકટના કારણે માર્ચમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. લોકડાઉનના કારણે કામ-ધંધા બંધ હતા. ઘણા લોકો લોનની ઈએમઆઈ નહીં ચૂકાવવાની સ્થિતમાં હતા. જેને જોતાં રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાના આદેશ પર બેન્કોથી ઈએમઆઈ નહીં ચૂકવવા માટે છ મહિનાની સમય મર્યાદા મળી ગઈ પરંતુ હવે કેન્દ્રીય બેન્કને અપીલ કરવામાં આવી રહી છે કે મોરેટોરિયમને આગળ વધારવામાં આવશે નહીં.

કેન્દ્રીય રિઝર્વ બેન્કે મોરેટોરિયમની સુવિધાને ઓગસ્ટ સુધી માટે વધારવામા આવ્યુ છે. ગત ૨૭ માર્ચનો આરબીઆઈએ પહેલીવાર બેન્કોથી ઈએમઆઈ ચૂકવણી ટાળવા એટલે કે મોરેટોરિયમને કહ્યુ હતુ. જે બાદ બેન્કોએ ત્રણ મહિના સુધી પોતાના ગ્રાહકોને ઈએમઆઈ ચૂકવણી ટાળવાની છુટ આપી હતી. ફરી આ છુટને વધુ ત્રણ મહિના એટલે કે ૩૧ ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.