Western Times News

Gujarati News

૨૪ કલાકમાં કોરોનાના ૧૦૬૭ કેસ: ૧૩નાં મોત

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૫૧ અને અમદાવાદમાં ૧૪ કેસ નોંધાયા: કુલ મૃત્યુઆંક ૨૯૧૦

ગાંધીનગર, રાજ્યમાં ૨૪ કલાકમાં ૬૩૦૬૫ ટેસ્ટ કોરોનાના કરવામાં આવતા ૧૦૬૭ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૮૭ હજારને પાર થઈ ૮૭૮૪૬ થયો છે. રાજ્યમાં આજે ૧૦૨૧ દર્દી ડિસ્ચાર્જ કરાયા હતા. કુલ ડિસ્ચાર્જનો આંકડો ૭૦ હજારને પાર થઈ ૭૦૨૫૦ થયો છે. રાજ્યમાં આજની સ્થિતિએ ૧૪૬૮૬ એક્ટિવ કેસ છે. જેમાં ૭૫ વેન્ટીલેટર અને ૧૪૬૧૧ સ્ટેબલ છે. રાજ્યમાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાવાની સાથો સાથ કોરોનાનો કહેર ઓછઓ થતો નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૮,૧૯,૧૯૮ ટેસ્ટ કોરોનાના કરવામાં આવ્યા છે.

રાજ્યમાં આજની સ્થિતિએ ૪૭૩૪૬૬ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાયા છે. જે પૈકી ૪૭૨૯૫૧ વ્યક્તિઓ હોમ ક્વોરોન્ટાઈન અને ૫૧૫ ફેસીલીટી ક્વોરોન્ટાઈન કરાયા છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ કોવિડ-૧૯ના લીધે ૧૩ મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૨, વડોદરા કોર્પોરેશનમાં ૨ અને ભાવનગર કોર્પોરેશનમાં ૧ મોત કોરોનાને લીધે થયા છે. અમદાવાદ શહેરમાં ૧૫૧ અને જિલ્લામાં ૧૪ સાથે ૧૬૫ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૩૦૩૬૫ થયો છે.

આજે વધુ ૩ મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૬૮૮ થયો છે. સુરત શહેરમાં ૧૫૯ અને જિલ્લામાં ૭૦ સાથે ૨૨૯ કેસ કોરોનાના નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો સુરતમાં ૧૮૬૫૦ થયો છે. આજે વધુ ૫ મોત નોંધાતા મૃત્યુઆંક ૬૦૦ને પાર થઈ ૬૦૨ થયો છે. વડોદરા શહેરમાં ૮૮ અને જિલ્લામાં ૩૨ સાથે ૧૨૦ કેસ કોરોનાના નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૭૩૧૬ થયો છે. આજે વધુ ૨ મોત સાથે ૧૨૧ મોત થયા છે. રાજકોટ શહેરમાં ૬૭ અને જિલ્લામાં ૩૧ સાથે ૯૮ કેસ કોરોનાના નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૪ હજારને પાર થઈ ૪૦૪૯ થયો છે. આજે વધુ ૨ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૭૭ થયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.