Western Times News

Gujarati News

મોડાસાની નાલંદા-૨ માં રહેતા શિક્ષક દંપતીને લાગ્યો વીજકરંટ

શિક્ષકનું ઘટનાસ્થળે મોત,પત્ની સારવાર હેઠળ, વીજકરંટથી નંદવાયું શિક્ષક દંપતી

પ્રતિનિધિ દ્વારા, ભિલોડાઅરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં વીજ કરંટ લાગવાની અને જાનહાની થવાની પણ અનેક ઘટનાઓ દર વર્ષે નોંધાતી હોય છે મોડાસા શહેરની નાલંદા-૨ સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતીને ઘરની પાછળ લગાવેલ લોંખડની જાળીમાં વીજ પ્રવાહ ઉતરતા શિક્ષક જાળીને અડકતા વીજ કરંટ લાગતા પટકાઈ જતા તેમને બચાવવા જતા તેમની પત્ની અને પુત્રને પણ વીજ કરંટ લાગતા ભારે ચકચાર મચી હતી.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

વીજકરંટ થી શિક્ષક કાળનો કોળિયો બની જતા ભારે ચકચાર મચી હતી શિક્ષિકા પત્ની અને પુત્રને સારવાર અર્થે દવાખાને ખસેડાતા માતા-પુત્રનો આબાદ બચાવ થયો હતો વીજકરંટના પગલે શિક્ષકનું મોત નિપજતા શિક્ષકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આશાસ્પદ યુવાન શિક્ષકના મોતથી શિક્ષણ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસાની નાલંદા-૨ સોસાયટીમાં રહેતા અને મોડાસા પ્રાથમીક શાળા નં-૨ માં મૌલીકભાઈ પટેલ અને તેમની પત્નિ  શિક્ષક તરીકે ફરજ બજાવે છે સોમવારે સાંજના સુમારે તેમના ઘરની પાછળ લગાવેલ લોંખડની જાળમાં વીજપ્રવાહ ઉતરતા ઘરની પાછળ કામકાજ અર્થે ગયેલા મૌલિકભાઈને વીજકરંટ લાગતા વીજકરંટના ઝાટકો લાગતા બુમ પાડવાની સાથે નીચે પટકાતા ઘરમાં રહેલા તેમના પત્ની અને પુત્ર પણ પાછળ દોડી ગયા હતા વીજકરંટ લાગવાની ઘટનાથી અજાણ મૌલિક ભાઈને બચાવવા જતા તેમને પણ વીજકરંટ લાગતા પત્ની અને પુત્રને પણ વીજકરંટ ની અસર થઈ હતી

વીજકરંટ લાગવાની ઘટનાના પગલે આજુબાજુ થી લોકો દોડી આવી શિક્ષક દંપતીને તાબડતોડ નજીક આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા ફરજ પરના તબીબે મૌલિક ભાઈ પટેલને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું શિક્ષક દંપતીને વીજકરંટ લાગવાની ઘટનાના પગલે મોટી સંખ્યામાં શિક્ષકો હોસ્પિટલ ઉમટ્યા હતા આશાસ્પદ શિક્ષક મૌલિક ભાઈ પટેલના મોતને પગલે શિક્ષણ આલમમાં ભારે ગમગીની છવાઈ હતી વીજકરંટ ની ઘટનાના પગલે વીજ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર વિસ્તારનો વીજપ્રવાહ બંધ કરી વીજકરંટ લાગવાનું કારણ શોધવા તજવીજ હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.