Western Times News

Latest News from Gujarat

એસેન્ટ કારમાંથી 38,000ના દારૂ સાથે રાજસ્થાનના બુટલેગરને પોલિસે ઝડપ્યો

પ્રતિનિધિ દ્વારા  ભિલોડાઅરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી રાજ્યમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે બુટલેગરો નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ રહે છે જીલ્લા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી વિદેશી દારૂ ઘુસાડવાના બુટેગરોના મનસૂબા પર પાણી ફરી રહ્યું છે.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

બુટલેગરો હવે અંતરિયાળ માર્ગે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છી ઇસરી પોલીસે રાજસ્થાન તરફથી આવતી એસેન્ટ કારને અટકાવી તલાસી લેતા કારમાંથી ૩૮ હજારના વિદેશી દારૂ સાથે એક શખ્શને દબોચી લીધો હતો કારમાં રહેલ એક શખ્શ અંધારાનો લાભ લઈ નાસી છૂટતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

ઇસરી પીઆઇ આર.એસ.તાવીયાડ અને તેમની ટીમે સોમવારે રાત્રે રાજસ્થાન સરહદને અડીને આવેલ ઇટવા ગામ નજીક નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા રાજસ્થાન તરફથી આવતી એસેન્ટ કાર (ગાડી.નં-RJ-09-CA-555) ને અટકાવી તલાસી લેતા કારમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ અને દેશી મદિરા ની બોટલ નંગ-૧૧૨ કીં.રૂ.૩૮૦૦૦/- નો જથ્થો જપ્ત કરી સંજય મનજીભાઇ રોત (રહે,પાદરડી,મેવાડા-રાજ)ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ઇસરી પોલીસે કાર,મોબાઈલ અને દારૂ સહીત રૂ.૧૩૯૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ નાકાબંધી જોઈ કારમાં બેઠેલ શખ્શ પ્રકાશ શંકરભાઇ વરસાત (રહે,રામપુર,મેવાડા-રાજ) અંધારાનો લાભ લઈ રફુચક્કર થઈ જતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
Copyright © All rights reserved. | Developed by Aneri Developers