Western Times News

Gujarati News

મની લોન્ડ્રિંગ કેસ: નીરવ મોદીની પત્ની સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી

નવી દિલ્હી, ભારતમાં ભાગેડુ નીરવ મોદી પર મની લોન્ડ્રિંગનો કેસ ચાલી રહ્યો છે. ત્યારે હવે નીરવ મોદીની પત્ની સામે પણ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. નીરવ મોદી સામે તો પહેલાથી જ રેડ કોર્નર નોટિસ જાહેર કરાઇ છે. ભારતમાં તો પહેલાથી જ નીરવ મોદીની પત્ની સામે મની લોન્ડ્રિંગનો કેસ ચાલી રહ્યો છે. ઇન્ટરપોલ એટલે કે આંતરરાષ્ટ્રીય પોલિસ સંગઠન. ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ એટલે કે અપરાધીની આંતરરાષ્ટ્રીય ધરપકડની કામગીરી શરુ થઇ જશે. આ પહેલા ઇન્ટર પોલે નીરવ મોદી, તેના ભાઇ નેહલ અને બહેન પૂર્વી સામે પણ નોટિસ જાહેર કરી છે.

ભાગેડુ નીરવ મોદી અત્યારે બ્રિટનમાં છે. બ્રિટનની કોર્ટમાં તેના પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. આ પહેલા જુલાઇ મહિનામાં કોર્ટે બ્રિટનમાં નીરવ મોદીની અટકાયત 6 ઓગષ્ટ સુધી લંબાવી હતી. 6 ઓગષ્ટના દિવસે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નીરવ મોદીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તેની કસ્ટડીને 27 ઓગષ્ટ સુધી વધારી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.