Western Times News

Gujarati News

અમેરિકા ઉપરાષ્ટ્‌પતિની ચુંટણીમાં બે ભારતીય મૂળની અમેરિકન મહિલા

વોશિંગ્ટન, અમેરિકન રાષ્ટ્‌પતિની ચુંટણીમાં અમેરિકામાં વસતા ભારતીયોને પોતાના પક્ષમાં લાવવા બંન્ને પક્ષો તરફથી પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ડેમોક્રેટિકે ઉપરાષ્ટ્રપતિ પદ માટે કમલા હેરિસને મેદાનમાં ઉતાર્યા છે.સામે ડોનાલ્ડ ટ્રંપની પાર્ટી રિપબ્લિકન નિક્કી ગેલીને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરીને હરીફાઉને રસપ્રદ બનાવી છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

રિપબલ્કિન સંમેલનોના ઉદ્‌ધાટન સમારોહ દરમિયાન બોલતા નીક્કી હેલીએ નામાંકન મળતા ખુશી વ્યકત કરી હતી એમ પણ કહ્યું કે હું ભારતીય ડાયસ્પોનાની ગૌરવપૂર્ણ પુત્રી છું તેમણે કહ્યું કે તેઓ અમેરિકા આવ્યા અને દક્ષિણના નાના શહેરમાં સ્થાયી થયા મારા પિતાએ પાઘડી પહેરી હતી મારી માતા સાડી પહેરી હતી હું કાળી અને સફેદ દુનિયાની ભુરી છોકરી છું.

તેમણે કહ્યું કે અમે ભેદભાવ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો પરંતુ મારા માતા પિતાએ કયારેય ફરિયાદ નથી કરી અને કોઇને ધિક્કાર્યા ન હતાં મારી માતાએ એક સફળ વ્યવસાય બનાવ્યો મારા પિતા ૩૦ વર્ષ બ્લેક કોલેજમાં ઇતિહાસિક રીતે ભણાવ્યું હતું અને દક્ષિણ કેરોલિનાના લોકોએ મને તેમની પ્રથમ લઘુમતિ અને પ્રથમ મહિલા રાજયપાલ તરીકે પસંદ કરી.

અમૃતસરથી અણેરિકાના સાઉથ કેરોલિનાના આવ્યા હતાં અમેરિકામાં જન્મેલા નીક્કી હેલીનું મૂળ નામ નિમ્રતા રંધાવા હતું તેમના પિતા અજિતસિંહ રંધાવા અને માતા રાજ કૌર રંધાવા પંજાબના અમૃતસરથી અહીં આવ્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.