Western Times News

Gujarati News

હું હમેશા ભારતને સમર્થન આપતી રહીશ: ટેનિસ ખેલાડી સાનિયા

નવીદિલ્હી, ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ૨૦૧૦માં વિવાહ કર્યા હતાં આ ખેલ જગતના ફેમસ કપલોમાંથી એક છે સોનિયા મિર્ઝાએ તાજેતરમાં એક મુલાસાત દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો કે તે કયારથી શોએબ મલિકાને ડેટ કરી રહી હતી આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે ભારતઅને પાકિસ્તાનની વચ્ચે મેચમાં તે અને શોએબ કંઇ રીતના બૈંટર ઉપયોગ કરતા હતાં. સાનિયાએ સ્પોટ્‌ર્સકીડાને આપેલ મુલાકાતમાં ખુલાસો કર્યો કે કંઉ રીતે મલિક ભારતની વિરૂધ્ધ પોતાના શાનદાર પ્રદર્શન માટે તેને ચિઢાવતો હતો સાનિયાએ કહ્યું કે અનેક કારણોથી તેમને ભારતની વિરૂધ્ધ રમવાનું પસંદ હતું જયારે અમે ડેટ કરી રહ્યાં હતાં તો હું તેને કહી હતી કે હું હંમેશા ભારતને સમર્થન આપીશ ત્યારે શોએબ કહેતો હતો કે ભારતની વિરૂધ્ધ મારો રેકોર્ડ સૌથી સારો છે.

તેણે આગળ કહ્યું કે શોએબ મલિકનું ક્રિકેટ કેરિયર ખુબ શાનદાર રહ્યું છે મને શોએબ પર ગર્વ છે વર્તમાન પાકિસ્તાન ટીમમાં શોએબ સૌથી સીનિયર અને અનુભવી ખેલાડી છે જાે કે તે ટેસ્ટ અને વનડે ક્રિકેટથી સંન્યાસ લઇ ચુકયો છે પરંતુ તે પાકિસ્તાનની ટી ટવેન્ટી ટીમનો સભ્ય છે. ભારતની વિરૂધ્ધ શોએબનો રેકોર્ડ સારો રહ્યો છે ૪૨ વનડેમાં તેણે ૪૬.૮૯ની સરેરાશથી ૧૭૮૨ રન બનાવ્યા તેમાં ચાર સદી સામેલ છે મલિક હાલ ઇગ્લેન્ડમાં ટી ટવેન્ટી સીરીજ રમવા માટે હાજર છે.ત્રણ ટી ટવેન્ટી મેચોની સીરીજની શરૂઆત ૨૮ ઓગષ્ટથી થશે હાલ ઇગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીજ રમાય છે. એ યાદ રહે કે ઇગ્લેન્ડે મેનચેસ્ટરમાં રમાયેલ પહેલી ટેસ્ટ મેચ જીતી હતી સાઉથમ્પટનમાં રમાયેલ બીજી ટેસ્ટ મેચ વરસાદને કારણે ડ્રો થઇ ગઇ હતી ત્રીજી મેચ હાલમાં ચાલી રહી છે.HS

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.