Western Times News

Gujarati News

સાઉદી આરબને ધમકી આપ્યા બાદ મહમૂદ કુરૈશી પલ્ટી ગયા

ઇસ્લામાબાદ, કાશ્મીરને લઇ સાઉદી આરબ અને ઓઆઇસીને ધમકી આપનાર પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી હવે પોતાના નિવેદનથી પલ્ટી ગયા છે.કુરૈશીએ કહ્યું કે સાઉદી આરબ અને પાકિસ્તાન વચ્ચે દિલોના સંબોધછે તેમણે સાઉદી આરબના પોતાના ત્રણ અરબ ડોલર પાછા માંગવાને પણ મીડિયા અટકળો બતાવી રદ કરી દીધો કુરૈશીના આ સુરમાં પરિવર્તન સેના પ્રમુખ કમર જાવેદ બાજવાના સાઉદી આરબથી ખાલી હાથ પાછા ફર્યા બાદ આવ્યા છે.

પાકિસ્તાની વિદેશી મંત્રીએ દાવો કર્યો છે કે સાઉદી આરબની સાથે તેમના સંબંધ પહેલા જેવા જ મજબુત છે તેમણે એ પણ કહ્યું કે કાશ્મીર પર સાઉદી આરબના વલણમાં કોઇ પરિવર્તન આવ્યું નથી તેમણે સાઉદી આરબના પૈસા માંગવાના સવાલ પર કહ્યું કે આ બધુ અટકળો છે આ રીતનો કોઇ નિર્ણય થયો નથી કુરૈશીએ દાવો કર્યો કે પાકિસ્તાન અને સાઉદી આરબની વચ્ચે દિલો વચ્ચેનો સંબંધ છે જેનો હેતુ શાંતિ છે માનવામાં આવી રહ્યું છે કે ચીન અને તુર્કીના ઇશારા પર નાચી રહેલ કુરૈશી સેનાના દબાણ બાદ પોતાના સુરને બદલવા મજબુર થયા છે.

હકીકતમાં કુરૈશીની ધમકી બાદ સાઉદી આરબને મનાવવા માટે ગયેલા પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેજ બાજવા અને આઇએસઆઇ ચીફ રિયાદ ગયા હતાં પરંતુ બંન્ને ખાલી હાથ પાછા ફર્યા છે કહેવાય છે કે સાઉદી આરબ હજુ પણ પાકિસ્તાનથી પોતાના પૈસા પાછા માંગી રહ્યાં છએ સ્થિતિ એ છે કે જનરલ બાજવાએ સાઉદી આરબથી સંબંધોમાં આવેલ ટકરાવને દુર કરવા માટે સૈૈન્ય મદદને પ્રોત્સાહન આપવાની ઓફર કરી પરંતુ સાઉદી આરબના પ્રિંસ મોહમ્મદ બિન સલમાને તેમને મળ્યા વિના જ પાછા મોકલી દીધા સાઉદી આરબ અને પાકિસ્તાની આર્મી ચીફના સંબંધોમાં આવેલ નવા તનાવનું કારણ બનેલ કુરૈશી આ કારણે કુરૈશી મીડિયાથી દુર ભાગી રહ્યાં હતાં.

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કાશ્મીરને લઇ તાજેતરમાં પોતાના જુના મિત્ર સાઉદી આરબને મોટી ધમતી આપી તેમણે કહ્યું કે ઓઆઇસી કાશ્મીર પર પોતાના વિદેશ મંત્રીઓની પરિષદની બેઠક બોલાવવામાં ચાપલુસી બંધ કરે પાકિસ્તાની ન્યુઝ ચેનલ એઆરવાઇને આપેલ મુલાકાતમાં કુરૈશીએ કહ્યું કે હું એકવાર ફરીથી પુરો સમ્માનની સાથે ઓઆઇસીને કહેવા માંગુ છું કે વિદેશ મંત્રીઓની પરિષદની બેઠક અમારી અપેક્ષા છે જાે તમે તેને હોલાવી ન શકો તો હું વડાપ્રધાન ઇમરાન ખાનને એ કહેવા માટે મજબુર થઇ જઇશ કે તે આવા ઇસ્લામિક દેશોની બેઠક બોલાવે જે કાશઅમીરના મુદ્દા પર અમારી સાથે ઉભા રહેવા માટે તૈયાર છે.

પાકિસ્તાની અખબાર ડોનના રિપોર્ટ અનુસાર ઓઆઇસીની બેઠક ન હોવાની પાછળ એક મોટું કારણ સાઉદી આરબ છે સાઉદી આરબ ઓઆઇસી દ્વારા ભારતને કાશ્મીર પર પરાજય આપી પાકિસ્તાની ચાલમાં સાથ આપી રહ્યું નથી ઓઆઇસીમાં કોઇ પણ પગલા માટે સાઉદી આરબનો સાથસૌથી વધુ જરૂરી છે. ઓઆઇસી પક સાઉદી અને તેના સાથી દેશોનો દબદબો છે કુરૈશીએ કહ્યું કે અમારી પોતાની સંવેદનશીલતા છે તમારે એ સમજવું પડશે ખાડી દેશોને આ સમજવું પડશે કંગાળ પાકિસ્તાનના વિદેશ મંત્રીની આ ધમકી બાદ ઇસ્લામાબાદથી લઇ સાઉદી આરબ સુધી વિવાદ મચી ગયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.