Western Times News

Gujarati News

પાર્ટીના નેતૃત્વમાં કેટલીક વસ્તુઓની કમી: અનિલ શાસ્ત્રી

નવીદિલ્હી, કોંગ્રેસમાં ચાલી રહેલ સમાધાન વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના પુત્ર અનિલ શાસ્ત્રીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં કેટલીક વસ્તુઓની કમી છે અને સૌથી મહત્વપૂર્ણ છે કે પાર્ટી નેતાઓની વચ્ચે બેઠકો થતી નથી. જાે એક અલગ રાજયની કોઇ પાર્ટી નેતા દિલ્હી આવે છે તો તેના માટે અહીં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળવાનું સરળ હોતું નથી જાે કોંગ્રેસપાર્ટીના વરિષ્ઠ નેતા જેવા કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓને મળવાનું શરૂ કરે છે તો મને લાગે છે કે ૫૦ ટકા સમસ્યાઓનો ઉકેલ આવી જશે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી સી ચાકોએ કહ્યું કે મને લાગે છે કે નેતૃત્વમાં કેટલીક વસ્તુઓ યોગ્ય કરવી જાેઇએ પરંતુ આ એક પત્રના રૂપમાં હોવી જાેઇએ નહીં જે લોકોએ તેને લખ્યો છે હું તેમના વિચાર સંયુકત કરૂ છું પરંતુ સીડબ્લ્યુસીની બેઠકથી એક દિવસ પહેલા જારી કરી તેમણે જે રીતનો વ્યવહાર કર્યો છે તેનાથી વિવાદ પેદા થયો છે.  બેઠકની શરૂઆતમાં યોજના રાહુલ ગાંધીના વિરોધી નેતાઓને કિનારે કરવાની હતી આ રણનીતિ હેઠળ સોનિયા ગાંધીને કાર્યકારી અધ્યક્ષ પદ છોડવાની પેશકશ કરી ત્યારબાદ રાહુલે પત્ર લખનારા નેતાઓ પર નિશાન સાધ્યું ભલે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ,એ કે એન્ટોની જેવા નેતાઓએ સોનિયાના સમર્થનમાં વાતો કરી પરંતુ અંતમાં સોનિયાએ કહેવું પડયું કે તેમના મનમાં પત્ર લખનારાઓ પ્રત્યે દુર્ભાવના નથી.

વિવાદ ટાળવા માટે સમિતિ બનાવવાની જાહેરાત થઇ આ સંગઠનના કામકાજ પર ઉઠાવવામાં આવેલ સવાલોની તપાસ કરશે એ જાેવાનું રસપ્રદ બની જશે કે સમિતિમાં કયાં જુથના નેતાનું પલ્લુ ભારે રહે છે જાે કે રાહુલ ગાંધી વિરોધી પાર્ટીના એક વરિષ્ઠ નેતાનું કહેવુ છે. કે સવાલ એ છે કે પાર્ટીનું સુકાન કોણ સંભાળશે અને પાર્ટી ભવિષ્યમાં કંઇ રીતની કાર્યશૈલી અપનાવશે રાહુલ વિરોધ જુથનું માનવુ છે કે આ સમયે ગાંધી પરિવારની બહાર કોઇ પાર્ટી સંભાળી શકે તેમ નથી રાહુલની પસંદ વેણુગોપાલ કે કોઇ અન્ય નેતાના હાથમા ંસુકાન સોંપવાથી સ્થિતિ વધુ ખરાબ થઇ જશે આવામાં છ મહીનામાં પ્રિયંકા ગાંધીને સંગઠનનું સુકાન આપવાની પટકથા તદૈયાર કરી શકાય છે શરૂઆતી દૌરમાં નવા અધ્યક્ષની મદદ માટે બે વરિષ્ઠ નેતાઓને ઉપાધ્યક્ષ પદની જવાબદારી સોંપી શકાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.