Western Times News

Gujarati News

ગુજરાતે બનાવવાના થતાં ૩ર રેલ્વેે ઓવરબ્રિજ પૈકી હજી માત્ર બેે જ તૈયાર થયા

બાકી ૩૦ આરઓબી ડીસેમ્બર સુધીમાં બનાવવા ડેડલાઈન નક્કી થઈઃ ૪પ૦ કરોડ ખર્ચાયાં

(એજન્સી) ગાંધીનગર,વસ્ટર્ન કોરીડોરમાં અત્યારે બે રેલ્વે લાઈન પૈકી એક ઉપર પેસેન્જર ટ્રેનો તથા બીજી ઉપર ગુડઝ ટ્રેનો દોડે છે. બે રેલ્વે લાઈન ધરાવતો નવો વેસ્ટર્ન ડેડકેટેડ ફ્રેઈટ કોરિડોર ર૦૧પથી બની રહ્યો છે. જે તૈયાર થઈ ગયા બાદ હાલ બે પૈકી જે રેલ લાઈન ઉપર ગુડઝ ટ્રેનો દોડે છેે તે ટ્રેક પેસેન્જર ટ્રાફિક માટે ફાળવાઈ જશે. મુબઈના જવાહરલાલ નહેરૂ પોર્ટ ટર્મિનલથી હરિયાણાના દાદરી, સુધીના ૧પ૦૪ કિલોમીટર લંબાના તૈયાર થઈ રહેલા વેસ્ટર્ન ડેડીકેટેડફ્રેઈટ કોરિડોરમાં પ૬પ કિલોમીટરનો કોરિડોર યાને કુલ પ્રોજેક્ટના ૩૭.૬ ટકા હિસ્સો ગુજરાતમાથી પસાર થવાનો છે.

આ ગુજરાતના પ્રોજેક્ટની ચાલતી કામગીરી અંગે તાજેતરમાં યોજાયેેલી ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠકમાં એવી વિગતો બહાર આવી હતી કે રાજ્યમ પાલનપુરથી ભિલાડ વચ્ચે સર્જાઈ રહેેલા આ નવા રેલ્વેે ફ્રેઈટ કોરિડોર માટે કુલ ૬૦ રેલ્વે ઓવરબ્રિજ બનાવવાના થાય છે. જે પૈકી અત્યાર સુધીમાં ૭ રેલ્વે ઓવરબ્રિજ તૈયાર થયા છે

અને બાકી બધા ડીસેમ્બર ર૦ર૧ સુધીમાં પૂર્ણ કરવા ડેડલાઈન નક્કી કરાઈ છે. ગુજરાતમાં જેે કુલ ૬૦ રેલ્વેે ઓવરબ્રિજ બનશે તે પૈકી ર૮ આરઓબી રેલ્વે તંત્ર દ્વારા એટલે ડેડીકટેડ ફ્રેઈટ કોરિડોર કંપની થકી રૂા.૧,૧૪૧.રપ કરોડના ખર્ચે બનાવાશે. જેમા કહે છે કે રૂા.૩પ૦ કરોડનો ખર્ચ અત્યાર સુધીમાં થયો છે. અને પ આરઓબી તૈયાર થઈ ચુક્યા છે. બીજા ર૩માં હજી કામગીરી વિવિધ પ્રક્રિયામાં છે. જે બીજા ૩ર આરઓબી બનવાના છે તે ગુજરાત સરકાર પોતે રૂા.૧૬૬૭.૯૮ કરોડ ના ખર્ચે બનાવી રહી છે.

જેમાં અત્યાર સુધી ર આરઓબી બન્યા છે. બાકી ર૧માં કામગીરી વિવિધ તબક્કે છે. ૬ આરઓબી હજી ટેન્ડર સ્ટેજ પર જ છે. અને અન્ય ૩ આરઓબીની કામગીરી હજી પ્લાનિંગ તથા એસ્ટીમેશન સ્ટેજ ઉપર છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી રૂા.૪પ૦ કરોડ ખચ્ર્યા હોવાનુ જણાવાઈ રહ્યુ છે. આ સમગ્ર પ્રોજેક્ટપીએમઓની સીધી દેખરેખ હેઠળ ચાલી રહ્યો છે. જાે કે કોવિડ-૧૯ની સ્થિતિમાં આ પ્રોજેક્ટ થોડો વિલંબમાં પડે એવા પૂરા સંજાેગો છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.