Western Times News

Gujarati News

મોડાસા ટાઉન પોલીસે ધોબીઢાળ નજીક વરલી-મટકાનો જુગાર રમતા ૫ શકુનિઓને ૨૨ હજાર રોકડ સાથે ઝડપ્યા

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં દેશી-વિદેશી દારૂ અને જુગારની લતમાં અનેક પરિવારો બરબાદ થઇ ચુક્યા છે મોડાસા ટાઉન પોલીસે ધોબીઢાળ વિસ્તારમાં આવેલ જુની પોસ્ટ ઓફિસ નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્શો વરલી-મટકાનું સ્ટેન્ડ ચલાવતા હોવાની બાતમી મળતા ટાઉન પોલીસ રાત્રીના સુમારે રેડ કરી વરલી-મટકાનો જુગાર રમતા ૫ શકુનિઓને દબોચી લઈ ૨૨ હજારથી વધુની રોકડ રકમ અને મોબાઈલ મળી ૪૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા ટાઉન પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે બાતમીના આધારે શહેરના ધોબીઢાળ પર ખુલ્લી જગ્યામાં ચાલતા વરલી-મટકાના સ્ટેન્ડ પર ત્રાટકતા જુગારીઓમાં ભારે નાસભાગ મચી હતી ટાઉન પોલીસે વરલી-મટકાના આંક પર જુગાર રમતા ૧)ઇકબાલ અલ્લારખભાઈ પઠાણ,૨) કદરખાન ઉર્ફે કલ્લુ અલ્લારખભાઈ પઠાણ,૩)આશિકહુસેન દરિયાખાન મકરાણી,૪)યાસીન સફીકભાઈ ટીંટોઇયા (તમામ,રહે ધોબીઢાળ) અને ૫)લતિફબેગ અબ્બાસબેગ મિર્ઝા (રહે,કસ્બા ઇન્દિરા નગર)ને ઝડપી પાડી જુગારીઓ પાસેથી રૂ.૨૨૦૨૫/- તથા શકુનિઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ-૪ કીં.રૂ.૨૪૫૦૦/- મળી કુલ.રૂ. ૪૬૫૨૫/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી
ત્રણ જીલ્લામાંથી તડીપાર કુખ્યાત બુટલેગર દાહોદના અરવિંદ રાણા ને દબોચતી અરવલ્લી પેરોલ ફર્લો સ્કોડ 
અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને સતત ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે પંચમહાલ સહીત ત્રણ જિલ્લામાંથી તડીપાર કરાયેલ અને વડોદરાના વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબીશન એક્ટના ગુન્હાનો આરોપી અરવીંદ ભાઈચંદભાઈ રાણા(રહે,સાંચીવાડ-રળીયાતી.દાહોદ) મોડાસા મેઘરજ બાયપાસ પેલેટ ચોકડી આવવાનો હોવાની બાતમી મળતા પીએસઆઇ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે વોચ ગોઠવી દઈ બુટલેગર અરવિંદને ઝડપી લેતા બુટલેગરના મોતિયા મરી ગયા હતા પેરોલ ફર્લો સ્કોડે કાયદેસરની કાર્યવાહી હાથધરી કુખ્યાત બુટલેગર અરવિંદ રાણાને વડોદરાના વાઘોડિયા પોલીસને સોંપી દીધો હતો

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.