Western Times News

Gujarati News

માલપુરના હેલોદર ગામે ડબલ મર્ડર મામલે મૃતકના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

હત્યામાં ૫ કરતા વધુ લોકોની સંડોવણી હોવાનો આક્ષેપ 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: માલપુર તાલુકાના હેલોદર પાસે આવેલ ભોલા-ભાઠોડા ની સીમમાં બે પિતરાઈ ભાઈઓની લાશો મળી આવી હતી.જે સંદર્ભે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યામાં સંડોવાયેલ ચાર શખ્શોની ધરપકડ કરી હતી. અને અન્ય એક શખ્શની ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો.જેને પકડી લઈ જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો ડબલ મર્ડરની ઘટના આડા સંબંધના પગલે સર્જાઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું

ત્યારે મૃતક યુવકોના પરિવારજનોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ સાથે બંને યુવકોની હત્યામાં અન્ય શખ્શો પણ સંડોવાયેલ હોવાનો આક્ષેપ કરી યોગ્ય તપાસ થાય તો વધુ આરોપીઓના નામ બહાર આવી શકે છે નું જણાવ્યું હતું જેમાં વિક્રમ ભાઈ ઉજમાભાઈ અને મનુભાઈની  રાજકીય હત્યા હોવાનું જણાવ્યું હતું જીલ્લા કલેક્ટર કચેરીએ મૃતક યુવકના પરિવારજનો અને સગા-સંબંધી મોટી સંખ્યામાં ઉમટી ન્યાયની માંગ કરી હતી આ ડબલ મર્ડર હત્યા કેસને રાજકીય રંગ અપાઈ રહ્યો હોવાનું માલપુર પંથકમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

બુધવારે મૃતક વિક્રમભાઈ ઉજમાભાઈ પગી તથા મનુભાઈ લેબાભાઈ પગીની પત્ની અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં જીલ્લા સેવાસદન કચેરીએ ન્યાયની માંગ સાથે ઉમટ્યા હતા જેમાં જીલ્લા કલેક્ટરને મૃતક યુવકની પત્ની અને બહેને જીલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરને આવેદન પત્ર આપી ડબલ મર્ડર કેશની તથસ્ટ તપાસ કરવામાં આવેની માંગ કરી હતી

બને યુવકોની હત્યા ચૂંટણી અદાવતમાં, સિંચાઈના કામમાં થઇ રહેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરતા અને બને યુવકોએ ટૂંક સમયમાં પ્રગતિ કરી હોવાથી અને તેમના પંથકમાં ક્ષત્રિય ઠાકોરસેના ઉભી કરી સંગઠન કરતા અને ભાજપના સનિષ્ઠ કાર્યકર હોવાથી કેટલાક  શખ્શોની રાજકીય કારકિર્દી જોખમાતા અને હત્યા કરવામાં આવી હોવાનો તેમજ વિક્રમ ભાઈ ને ગામના એક યુવાન સાથે માટી કામ, પૂરણ કામમાં બબાલ થઇ હોવાનો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો  સનસનાટી ભર્યો આક્ષેપ કર્યો હતો અને હત્યાની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મૃતકની હત્યામાં અનેક લોકોની સંડોવણી બહાર આવી શકે છે તેવું ભાર પૂર્વક જણાવ્યું હતું

ડબલ મર્ડર કેસ પર એક નજર 
માલપુર તાલુકાના હેલોદર પાસે આવેલ ભોલા-ભાઠોડા ની સીમમાં બે પિતરાઈ ભાઈઓની લાશો મળી આવી હતી.જે સંદર્ભે પોલીસે ચાર શખ્શોની તાબડતોડ ધરપકડ કરી હતી.જયારે પાંચમો શખ્શ ભાગતો ફરતો હતો.જેને પકડી લઈ જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.પ્રેમ પ્રકરણની અદાવતમાં તલવાર અને ચપ્પાના ઘા મારી બંને યુવકોની હત્યા કરાઈ હતી. માલપુરના હેલોદરના ભોલા ભાઠોડા ગામના તળાવ પાસેથી હત્યા કરીને ફેંકી દેવાયેલ વિક્રમભાઈ ઉજમાભાઈ પગી તથા મનુભાઈ લેબાભાઈ પગી ની લાશો મળી આવતાં જિલ્લા પોલીસની ટીમો દોડી આવી હતી.
અને તપાસ હાથ ધરતા ૨૪ કલાકમાં ડબલ મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યો હતો.અને આ હત્યાકાંડમાં સંડોવાયેલા બાબુભાઈ રામાભાઈ પગી,સોમાભાઈ રામાભાઈ પગી,રમણભાઈ પુનાભાઈ પગી અને કાળુભાઈ રમણભાઈ પગી ને ઝડપી લીધા હતા. અને અન્ય એક આરોપી વિજયભાઈ ઉર્ફે ભુરાભાઈ ઉદાભાઈ ખાંટ (રહે.દેવદાંતી, તા.માલપુર)ને પકડી પાડયો હતો પોલીસે આ કેસની ઝીણવટભરી તપાસ કરતાં ગામના જ બાબુભાઈ રામાભાઈ પગી ની પત્ની સાથે આડા સંબંધોની અદાવતમાં મૃતક વિક્રમ પગી ને મહાદેવના મંદિરે બોલાવ્યો હતો.આ બંને ભાઈઓને તલવાર અને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી પુરાવાનો નાશ કરવા લાશો તળાવમાં ફેંકી દેવાઈ હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.