Western Times News

Gujarati News

કરંબા સુડીયા માર્ગમા બનાવેલી દિવાલ પ્રથમ વરસાદમાં જ પડી થતા તંત્રની પોલ ખુલી

ડુંગરના પાણી આવતા મકાન તેમજ કૂવામાં પાણી ઘૂસી જતાં ખેડૂતોને  હાલાકી.

પ્રતિનિધિ સંજેલીકરંબા મુખ્ય માર્ગથી સૂડીયા ને જોડતા માર્ગ મા બનાવેલ દિવાલો તેમજ દીપ નાળા  ભારે વરસાદને કારણે તૂટી પડતાં તંત્રની પ્રથમ વરસાદે જ કામગીરીની પોલ ખોલી નાખી હતી. આસપાસના રહેણાક મકાનો કૂવામાં  માં પાણી ઘુસતા લોકોને નુકસાની વેઠવી પડી.

સંજેલી લીમડી મુખ્ય માર્ગથી છાયણ ફરિયાદ થઈ સિંગવડતાલુકાના  સૂડીયા ગામને જોડતા નવીન માર્ગની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવી હતી.ત્યારથી જ ગ્રામજનો દ્વારા માર્ગની હલકી મટીરિયલની કામગીરીને લઈને માજી ડેપ્યુટી સરપંચ અને જાગૃત લોકો દ્વારા અવારનવાર સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી વિરોધ કર્યો હતો.તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય ધ્યાન ન આપતા.

બે દિવસમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતાડુંગરના પાણી ધસી આવતા છાયણ ફળીયામાં બનાવેલ દિવાલ તેમજ પલને તોડી નાખી વાર વિખેર કરી નાખ્યું હતું.તેમજ વરસાદી પાણી આસપાસના મકાનોમાં ઘૂસી જતાં ઘરમાં મૂકેલું અનાજ પણ પલળી  ગયું હતું.તેમજ એક કૂવામાં માટી તેમજ પથ્થર ધરાશાયી થતા કૂવો પણ અડધો પુરાઈ ગયો હતો.ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ માર્ગની કામગીરીમાં ઉપરવાસથી આવતા પાણીમાં કોતરમાં ઊંડું કરી યોગ્ય પાણીનો નિકાલ કરવામાં આવે તેમજ યોગ્ય પ્રમાણે મટીરીયલ  વાપરી માર્ગ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

જવાબ      ડુંગરના પાણી આવતા નાળા માંથી પાણી જવા મુશ્કેલીને લઈને પુલ બનાવવા માટે તેમજ કોતર ઉંડો કરવા માટે રજૂઆતો કરી હતી છતાં પણ રજૂઆતને ધ્યાને ન લેતા પ્રથમ વરસાદમાં જ દીવાલ ધરાશાયી થતા આસપાસના મકાનોમાં પાણી ઘૂસી જતાં અનાજ પલળી ગયું હતું આ બાબતે સંજેલી મામલતદાર તેમજ ટીડીઓ ને રજૂઆત કરી છતાં પણ હજુ સુધી કોઈ સ્થળ પર તપાસ માટે આવ્યા નથી. નાળા કાઢી પલ બનાવવામાં આવે તેમજ કોતર ઊંડુ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. માજી સરપંચ કરંબા નિમેશ ગરાસિયા

કોતર ની દીવાલમા હલકી કક્ષાનું મટિરિયલ વાપરી ઊંચી ન બનાવતા વરસાદી પાણી ઘરમાં ઘુસી જતાં અનાજ પલડી જઇ બગડી ગયેલ છે. તેમજ બાજુમાં બનાવેલા કૂવામાં માટી અને પથ્થર ધસી જતાં કુવો પણ અડધો પુરાઇ ગયો છે.મકાન માલિક કરંબા  રમસુભાઇ ગરાસિયા

જવાબ        નાળાની દિવાલનું ઓવર ટેપિંગ ક્રોસમાં જગ્યા ન મળવાથી સામેના ખાતેદારની જમીનનું ધોવાણ અટકાવવા દિવાલ બનાવવામાં આવી હતી.જેથી પાણીના નિકાલની જગ્યા સાંકડી થઇ જવાથી ઓવર ટેપિંગનો કારણે દિવાલનું નુકસાન થયું છે.પાઇપો વધારીને ફરીથી કામગીરી કરવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગ ડેપ્યુટી એન્જિનિયર ડી જે પટેલ

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.